Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વાંકાનેર લાંચ કેસમાં આરોપી હેડ કોન્સ્ટેબલના રિમાન્ડ મંજૂર

મોરબી, તા.૭: વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ૫૦ હજારની લાંચ માંગી હોય જે મામલે એસીબી ટીમે આરોપીને ઝડપી લીધા બાદ કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરતા કોર્ટે તા. ૦૯ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.

વાંકાનેર સીટી પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ નટવરસિંહ ઝાલાએ પ્રોહીબીશન કેસમાં ૫૦ હજારની લાંચ માંગી હોય જે મામલે એસીબી ટીમે ટ્રેપ ગોઠવીને વચેટિયાને દબોચી લીધો હતો અને હેડ કોન્સ્ટેબલ કિરીટસિંહ ઝાલા ફરાર હોય જેને દબોચી લીધા બાદ કોરોના રીપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે રીપોર્ટ નેગેટીવ આવતા આજે સાંજે કોર્ટમાં રિમાન્ડની માંગણી સાથે રજુ કરાયો હતો જેમાં એસીબી ટીમે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી અને કોર્ટ તા.૯ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા છે.

(11:40 am IST)