Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

ચેક રિટર્નના કેસમાં ઓખા મંડળની કોર્ટ દ્વારા આરોપીને છ માસની સજા

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર તા. ૭ :.. ચેક રીર્ટનના કેસમાં રાજાતથા ચેકની રકમ વ્‍યાજ સહિત ચૂકવવા હુકમ ઓખા મંડળની કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની હકિકત એવા પ્રકારની છે કે મીઠાપુર ખાતે આવેલ આનંદ એજન્‍સીઝના પેટ્રોલ પંપના ભાગીદારોને અરજુન કાનજીભાઇ સોલંકી રે. ભીમરાણાવાળા સાથે ડીઝલના બાકી લેણાની ચૂકવણી માટે ફરીયાદી પેઢી  આનંદ એજન્‍સીના નામનો રૂા. ૩,૦પ,૪૯૦.રપ (અંકે રૂપિયા ત્રણ લાખ પાંચ હજાર ચારસો નેવુ ને પચીસ પૈસા પુરા)નો બેન્‍ક ઓફ બરોડા મીઠાપુર શાખાનો ચેક આપેલ હતો તે ચેક ફરીયાદી પેઢીએ તેના ખાતામાં નાખતા તે બેન્‍કમાંથી આ ચેક વસુલ થયા વિના ‘ફંડસ ઇનસફીસ્‍યન્‍ટ' ના શેરા સાથે પરત થયેલ તેથી ફરીયાદી પેઢી ને ચેક વાળી રકમ ન મળતા ફરીયાદી પેઢીએ નોટીસ આપી અને રકમ આપી દેવા જણાવેલ અને નિયત સમય મર્યાદામાં ફરીયાદી પેઢી ને ચેક વાળી રકમ ન ચૂકવતા મુખત્‍યાર મારફત અરજુન કાનજીભાઇ સોલંકી રે. ભીમરાણા સામે ઓખાની કોર્ટમાં વકીલ આર. સી. ભાયાણી મારફત નેગોશ્‍યેલઇન્‍ટુમેન્‍ટ એકટની કલમ ૧૩૮ મુજબની ફરીયાદ કરેલ.

આ ફરીયાદ ચાલી જતા લેખીત મૌખીક પુરાવો અને ફરીયાદ પક્ષે કરવામાં આવેલ દલીલ અને રજુ કરવામાં આવેલ સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ અને કાયદાની જોગવાઇ ધ્‍યાને લઇ અને ઓખા મંડળની કોર્ટે અરજૂન કાનજીભાઇ સોલંકી રે. ભીમરાણા વાળાને તકસીસ વાન ઠરાવી બે વર્ષની સાદી કેદ તેમજ ફરીયાદની તા. થી ૯ ટકાના સામાન્‍ય વ્‍યાજ સાથે ૩૦ દિવસમાં ચૂકવી આપવા હુકમ કરેલ છે અને આરોપી પાસેથી રકમ વસુલ ન આવે તો વધુ ૬ માસની કેદની સજાનો હુકમ કરેલ અને આરોપીએ નીચેની કોર્ટનો ચુકાદો મૌકૂફ રાખવા અને જામીન મુકત કરવાની અરજી કરતા કોર્ટે અરજી ના મંજૂર કરી જેલ હવાલે કરેલ હતા ફરીયાદી પેઢી વતી વકીલ આર. સી. ભાયાણી રોકાયેલ હતાં.

(10:19 am IST)