Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

 મોરબી : રાવલ પરિવાર દ્વારા મેડિકલ કેમ્‍પ

  મોરબી :  નાનીવાવડી ગામે રાવલ પરિવારના મોભી સ્‍વ.મનહરલાલ વી. રાવલના જન્‍મદિન નિમિતે ગ્રામ વાસીઓ માટે વિનામૂલ્‍યે મેડિકલ કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ડાયાબિટીસ /બ્‍લડ પ્રેશર જેવા રોગોની વિનામૂલ્‍યે તપાસ કરવામાં આવી હતી. અને મોટી સંખ્‍યામાં ગ્રામજનો સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સમસ્‍યાઓની નિરાકરણ મેળવ્‍યું હતું. આ મેડીકલ કેમ્‍પમાં નિષ્‍ણાત તબીબો દ્વારા લોકોનું નિદાન કરવામાં આવ્‍યું હતું. જેમાં ડો.હસ્‍તીબેન મહેતા દ્વારા દર્દીઓનું ચેક-અપ તેમજ બ્‍લડશુગર ચેક કરી ત્રણ દિવસની દવાઓ વિનામૂલ્‍યે આપવામાં આવી હતી. તથા કેતનભાઈ મહેતા દ્વારા દર્દીઓનુ બી.પી. ચેક કરી આપવામાં આવ્‍યું. આ ઉપરાંત રશ્‍મીનભાઈ દેસાઈ, જિગરભાઈ ભટ્ટ, દર્શનાબેન ત્રિવેદી, કૌશિકા રાવલ, રૂચિતા ભટ્ટ, રૂદ્ર ભટ્ટ, ઉદ્દેશ કાપુર, કોઠારીભાઈ વગેરેએ આ કેમ્‍પને સફળ બનાવવા જહેમત ઊઠાવી હતી. જેનો લાભ બહોળી સંખ્‍યામાં લોકોએ કેમ્‍પનો લાભ ઊઠાવ્‍યો હતો. કેમ્‍પ પૂર્ણ થયે રાવલ પરિવાર દ્વારા ડો.હસ્‍તીબેનને અનુદાનની રકમ અર્પણ કરવામાં આવી હતી. (તસ્‍વીર-અહેવાલ : પ્રવિણ વ્‍યાસ મોરબી)

(10:31 am IST)