Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

જૂનાગઢમાં શ્રી ગુર્જર ક્ષત્રિય કડીયા સમાજ દ્વારા ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પ તથા રાહત દરે ફુલ બોડી ચેકઅપ

ડો.શૈલેષ જાદવ, ડો.પૂજા ટાંક સહિત ૨૫ થી વધુ નામાંકિત તબીબો સેવા આપશે

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૭ : જૂનાગઢ ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ જોષીપરા દોલતપરા દ્વારા આગામી તા. ૧૮ ડિસેમ્‍બરને રવિવારના રોજ શ્‍યામવાડી પાંજરાપોળ સામે ગિરનાર રોડ જૂનાગઢ ખાતે સવારે ૯ થી બપોરે ૧:૩૦ કલાક સુધી ફ્રી સર્વરોગ નિદાન કેમ્‍પ તથા રાહતદરે ફુલ બોડી ચેકઅપ કેમ્‍પનું આયોજ કરાયું છે.

જેનું ઉદ્‌ઘાટન જ્ઞાતિના પ્રમુખ ધીરૂભાઇ ગોહેલ તથા રમણીકભાઇ મોરવાડીયા કરશે અને આ સર્વરોગ નિદાન કેમ્‍પમાં ડો.શૈલેષ જાદવ, ડો.પ્રતિક ટાંક, ડો.તન્‍વી કાચા, ડો.જયદીપ ટાંક, ડો.પુજા ટાંક (કોયાણી) ચામડીના નિષ્‍ણાંત પ્રેરણા સ્‍ક્રીન હોસ્‍પિટલ જૂનાગઢ તથા ડો.ભાવેશ ટાંક, ડો. ખ્‍યાતિ ટાંક, ડો. પારિતોષ પરમાર સહિત ૨૫ થી વધુ નામાંકિત તબીબો સેવા આપશે.તેમજ રાહતદરે ફુલ બોડી ચેકઅપનો રિપોર્ટ માત્ર ૭૦૦ રૂા.માં જ કરી આપવામાં આવશે. આ કેમ્‍પમાં મર્યાદીત સંખ્‍યામાં દર્દીઓના કેસ લેવાના હોય તો સવારે ૧૦ થી ૬ દરમ્‍યાન કલ્‍પેશભાઇ મોરવાડીયા ૯૩૨૮૨ ૧૬૨૧૬ ઉપર સંપર્ક સાધવો તેમજ આયોજકોએ જણાવ્‍યું છે.

આ કેમ્‍પમા વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધવામાં આવી રહ્યા છે. તો આ કેમ્‍પનો લાભ લેવા ઇચ્‍છતા દર્દીઓએ ઉપરોકત મો.નં. પર સંપર્ક સાધવા અંતમાં જણાવાયું છે.

(12:39 pm IST)