Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

મીઠાપુર સેન્‍ટરમાં જેઇએઇ નીટ કોચિંગ માટે મોશન ઇન્‍સ્‍ટીટયુટ શરૂ કરાશે

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૭ : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં છેલ્લા ઘણા સમય થી જે ઈ ઈ નીટની કોચિંગ સુવિધા માટે સારા કોચિંગની જરૂરિયાત જણાઈ રહી હતી તેથી કોચિંગ માટે જાણીતા એવા કોટા શહેરમાં આવેલા ઇન્‍સ્‍ટટ્‍યુટ દ્વારા મીઠાપુરમાં નવું સેન્‍ટર શરુ કરવામાં આવશે. મોશન ઇન્‍સ્‍ટીટયુટના સેન્‍ટર મેનેજર અંકિત યાદવના જણાવ્‍યા પ્રમાણે મીઠાપુર ટાટા કેમિકલ્‍સ તથા ટાટા કેમ ડી એ વી પબ્‍લિક સ્‍કૂલના સયુંકત પ્રયાશોથી આ સંભવ બન્‍યું છે. વધુમાં ઉમેર્યું હતું કે કોટા શહેરમાં ક ભણાવતા શિક્ષકોને અહીં મૂકી અઠવાડિયાના ૬ દિવસ નિયમિત રૂપે અહીં કોચિંગ દેવામાં આવશે કે જે જેથી કરીને વિદ્યાર્થીઓને પૂરેપૂરું માર્ગદર્શન મળી રહે. હવે અહીંના વિદ્યાર્થીઓ ને બહારગામ જવાની જરૂર નહિ પડે પરંતુ અહીં જ ઉપલબ્‍ધ થઇ જશે. મોશન ઇન્‍સ્‍ટીટયુટ આજે દેશભરમાં ૫૫ સેન્‍ટર ધરાવે છે અને તેના કોચિંગની ગુણવત્તા પણ ખુબજ સારી છે. આ મોશન મીઠાપુરમાં મીઠાપુર ટાટા કેમ ડી એ વી પબ્‍લિક સ્‍કૂલ ખાતે શરૂ થનાર છે. અને વિદ્યાર્થીઓને પ્રવેશ હેતુ અંતિમ તારીખ ૧૫ મી જાન્‍યુઆરી ૨૦૨૩ છે.

(11:55 am IST)