Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કેશોદ બેઠક કોંગ્રેસ આંચકી જશે તો રાજકારણમા ધરતીકંપ જેવી સ્‍થિતિ સર્જાશે

(દિનુભાઇ દેવાણી દ્વારા) કેશોદ તા.૭ ગયા ગુરૂવાર તા.૧ના રોજ વિધાનસભાના આ વિસ્‍તારના પ્રતિનિધિ માટે થયેલા મતદાનની ગણત્રી આવતીકાલે થનાર છે ત્‍યારે આ વિસ્‍તારના આગામી પાંચ વરસ માટે કયો ઉમેદવાર વિજેતા જાહેર થશે તેની ભારે આતુરતા પૂર્વક શહ જોવાય રહી છે સંબંધકર્તાઓ માટે આ આતુરતા એક મિનિટ એક કલાક જેવી અનુભવાય છે.

વિધાનસભાના કેશોદના પ્રતિનિધિ સાથે આ વાતને લાગેવળગે છે. ત્‍યાં સુધી આ માટે(૧) દેવાભાઇ માલમ(ભાજપ) હિરાભાઇ જોટવા(કોંગ્રેસ) રામજીભાઇ ચુડાસમા(આમ આદમી) અને અરવિંદભાઇ લાડાણી(અપક્ષ) વચ્‍ચે રસાકસી છે. અને આ મુખ્‍ય ચાર હરીફોમાંથી કોંગ્રેસના હિરાભાઇ જોટવા દસેક હજાર મતની સરસાઇ સાથે વિજેતા બને તેવી શકયતા જોવાય રહી છે.

આ બેઠક છેલ્‍લા-૨૭ વર્ષથી ભાજપના કબ્‍જામાં છે અને તે માટે ભાજપના કાર્યકરો એવો દાવો કરી રહયા છે કે ગમે તેમ થાય પણ કેશોદની બેઠક ભાજપના ફાળે જ જાય પરંતુ આ વખતની સ્‍થિતિ જાણકારોના જણાવ્‍યા મુજબ આ વખતની સ્‍થિતિ કાંઇક અલગ જ જણાય રહી છે અને જો આ બેઠક કોંગ્રેસી ઉમેદવાર આંચકી જશે તો કેશોદ વિધાનસભા મતક્ષેત્રના રાજકારણમાં ધરતીકંપ જેવી સ્‍થિતિ ઊભી થશે એ હકિકત છે. કોંગ્રેસી ઉમેદવાર વિજેતા જાહેર થશે તો  જેમ ૨૭ વર્ષથી ભાજપે આ બેઠક ઉપર પકડ જમાવી તેમ આગામી ૨૭ વર્ષ સુધી કોંગ્રેસ પકડ જમાવી રાખશે તે પણ એટલુ જ સત્‍ય છે.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાનારી આ ગણત્રી માટે સંબંધકર્તા તરફથી તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે અને સંભવત આવતીકાલે ૧૧ વાગા સુધીમાં ચિત્ર ચોખ્‍ખુ થઇ જશે.

(1:14 pm IST)