Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

પોરબંદરની સરકારી પોલીટેકનીકના બ્‍લોક-એ માં પોરબંદર બેઠક અને બ્‍લોક-બીમાં કુતિયાણા બેઠક માટે મતગણતરીઓ

મતગણતરીના સ્‍ટાફ સહીત લોકો માટે ૪ સ્‍થળોએ અલાયદી પાર્કિગ વ્‍યવસ્‍થાઃ મતગણતરી હોલમાં મોબાઇલ લઇ જવા ઉપર પ્રતિબંધ

પોરબંદર તા.૭ : વિધાનસભા સામાન્‍ય ચું૭ણી-ર૦રરની  પોરબંદર જિલ્લાના ૮૩ પોરબંદર વિધાનસભા મત વિભાગ તથા ૮૪ કુતિયાણા વિધાનસભા મત વિભાગની મતગણતરી આવતીકાલે તા.૮ના રોજ ગર્વમેન્‍ટ પોલીટેકનીક, પોરબંદર, એરપોર્ટ સામે, પોરબંદર-રાજકોટ નેશનલ હાઇ-વે ખાતે હાથ ધરવામાં આવનાર છે. મતગણતરીમાં ઉમેદવાર તેમના ચુંટણી એજન્‍ટ તેમજ મતગણતરી એજન્‍ટ સહિત મોટી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત થનાર હોય જેઓ માટે પાર્કીગ વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

મતગણતરી હોલ સ્‍થળમાં (૧) ૮૩-પોરબંદર વિધાનસભા મત વિભાગ - બ્‍લોક એ રૂમ નં.૧૦૮,  ગ્રાઉન્‍ડ ફલોર, ગર્વમેન્‍ટ પોલીટેકનીક પોરબંદર તેમજ (ર) ૮૪-કુતિયાણા વિધાનસભા મત વિભાગ બ્‍લોક-બી રૂમ નં.૧૦૧, ગ્રાઉન્‍ડ ફલોર, ગર્વમેન્‍ટ પોલીટેકનીક પોરબંદર મતગણતરીઓ થશે.

મતગણતરી માટે પાર્કિગની વ્‍યવસ્‍થામાં ૮૩-પોરબંદર, ૮૪-કુતિયાણા વિધાનસભા મત વિભાગના ઉમેદવાર તથા ચૂંટણી એજન્‍ટ અને મતગણતરી એજન્‍ટ માટે જિલ્લા સેવા સદન-૧, જિલ્લા કલેકટર કચેરી, એરપોર્ટ સામે, પોરબંદર, ૮૩ પોરબંદર વિધાનસભા મત વિભાગના જાહેર જનતા તેમજ સમર્થકો માટેનું પાર્કિગ માટે મહેર સમાજ વિદ્યાર્થી ભવન પાછળ પોલીટેકનીક કોલેજ પાસે, ૮૪- કુતિયાણા વિધાનસભા મત વિભાગના ઉમેદવાર તેમના ચુંટણી એજન્‍ટ માટે તથા મતગણતરી એજન્‍ટ અને જાહેર જનતા તેમજ સમર્થકો માટેનું પાર્કિગ એન.કે.મહેતા હોસ્‍પિટલ, એરપોર્ટ સામે, પોલીસ કર્મચારીઓ તથા મીડીયા પર્સન માટેનું પાર્કિગ અનુ. જાતી વિદ્યાર્થી સમાજની વાડી, પેટ્રોલપંપની પાસે, પોરબંદર કરી શકાશે.

મતગણતરી હોલમાં તમામ કર્મચારી - અધિકારી તેમજ ઉમેદવાર કે તેમના ચુંટણી એજન્‍ટ તથા મતગણતરી એજન્‍ટ માટે તમામ મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ છે. આમ છતાં જો કોઇ મોબાઇલ લઇને આવશે તો તેણે કાઉન્‍ટીંગ હોલ બહાર કાઉન્‍ટર પર મોબાઇલ જમા કરાવી બાદ જ મતગણતરી હોલ ખાતે જવાનું રહેશે તેમ જણાવાયું છે.

(1:14 pm IST)