Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

કેશોદ નગરપાલિકા કચેરીમાં લગ્ન નોંધણીમાં થતી બિનજરૂરી હેરાનગતિ દૂર કરવા માંગ

(કિશોર દેવાણી દ્વારા) કેશોદ,તા.૭ : કેશોદ નગરપાલિકા કચેરીમાં લગ્ન નોંધણી કરાવવા માટે આવતાં વર કન્‍યા અને પરિવારજનોને બિનજરૂરી આધાર પુરાવાઓ અને સોગંદનામા રજૂ કરવાનો આગ્રહ રાખવામાં આવતા  કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્‍વીનર રાજુભાઈ પંડ્‍યા એ રજુઆત કરી હકારાત્‍મક અભિગમ અપનાવવા માંગ કરી છે.

   સરકાર દ્વારા લગ્ન નોંધણી પ્રમાણપત્ર ફરજિયાત કરવામાં આવેલ છે ત્‍યારે લગ્ન સ્‍થળે સ્‍થાનિક કચેરીમાં લગ્ન નોંધણી અધિકારી સમક્ષ નિયત નમૂનામાં નોન જ્‍યુડીશ્‍યલ ટીકીટ સાથે ઓળખપત્રો અને ઉંમર નાં પુરાવાઓ સાથે સાક્ષી સહિત શાષાોક્‍ત વિધિ કરાવનારનાં પ્રમાણપત્રનાં આધારે લગ્ન નોંધણી કરીને પ્રમાણપત્ર આપવાનું હોય છે ત્‍યારે   વર કન્‍યાનાં કપલ ફોટાને બદલે એકબીજાને હાર પહેરાવતાં ફોટા માંગવામાં આવે છે ખરેખર વર કન્‍યા પાસે પુરતાં પ્રમાણમાં પુરાવાઓ ન હોય ત્‍યારે હાર પહેરાવતાં ફોટા જોડીને ગાંધર્વ વિવાહ નોંધાવવાના છે  શાષાોક્‍ત વિધિ અનુસાર થયેલ લગ્ન વર કન્‍યા એકબીજાને હાર પહેરાવતાં ફોટા માંગી લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં મુશ્‍કેલી ઉભી કરાતા વર કન્‍યા સરકારી યોજનાઓ નો લાભ સમયમર્યાદામાં મેળવી શકતાં નથી.

 કેશોદ બાર એસોસિયેશન દ્વારા પણ અગાઉ લગ્ન નોંધણી કરાવવા માટે ઉદભવેલી વિસંગતતાઓ અંગે રજૂઆત કરી હતી આમછતાં જવાબદાર તંત્ર દ્વારા સમયાંતરે મનમાની ચલાવી વર કન્‍યા અને પરિવારજનોને બિનજરૂરી પરેશાન કરવામાં આવે છે. કેશોદ હિતરક્ષક સમિતિનાં કન્‍વીનર રાજુભાઈ પંડ્‍યા એ જવાબદાર સત્તાધિશોને અપીલ કરી છે કે હકારાત્‍મક અભિગમ અપનાવી લગ્ન નોંધણી પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં તો આવનારાં દિવસોમાં લેખિતમાં રજૂઆત કરી જનઆંદોલન શરૂ કરવામાં આવશે.

(2:01 pm IST)