Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

વિલીંગ્‍ડન ડેમના પાર્કીંગમાં ઇકોકારમા બેસી આંકડા રમતા મેંદરડાના ત્રણ શખ્‍શો ઝબ્‍જે

જૂનાગઢ,તા.૭: વિલીંગ્‍ડન ડેમના પાર્કીંગમાં મેંદરડાનો પરેશ ઉર્ફે ભયલો નટવરલાલ લોહાણા પોતાના કબ્‍જા ભોગવટાની ઇકો કાર રજી.નં.જીજે-૧૧-બીએચ-૬૩૫૪ ના દરવાજા ખુલ્લા રાખી ગાડીમાં બેસી જાહેરમાં વરલી મટકાના આંક ફરકનો જુગાર રમી રમાડે છે. અને તેની  આ પ્રવૃતી હાલ ચાલુ છે. જે હકીકત આધારે તપાસ કરતા હકિકત વાળી જગ્‍યાએ ઇકો ગાડી પડેલ હોય. જે ઇકો ગાડીમાં એક ઇસમ પેન વડે નોટમાં આંકડા લખતો તથા બે ઇસમો આંકડા લખાવતા જોવામાં આવતા વરલી મટકાનો જુગાર રમી રમાડતા હોવાનુ જણાતા આ ત્રણેય ઇસમોને પકડી લઇ અંગ જડતીમાંથી રોકડા રૂ.૪૫,૬૭૦/- તથા મોબાઇલ ફોન નંગ-૪, કિ. રૂ.૨૨,૦૦૦/- તથા ઇકો કાર કિ. રૂ. ૧,૦૦,૦૦૦/-મળી કુલ કિ. ૧,૬૭,૬૭૦/- નો મુદ્દામાલ કબ્‍જે કરી જુગારધારા હેઠળ એ ડીવીજન પો.સ્‍ટે. ખાતે પરેશ  ઉર્ફે ભયલો નગવરલાલ  ઉનડકડ ઉ.વ.૫૭, રહે. મેંદરડા સ્‍ટેટ બેંક વાળી શેરી

સરફરાજ ઉર્ફે સકો ઇકબાલભાઇ કુરેશી ઉ.વ.૪૩, રહે. મેંદરડા, ધનપા શેરી, જમજમ પાનની બાજુમાં

ગીરીશભાઇ ગોવિંદભાઇ મહેતા ઉ.વ.૫૬, રહે. મેંદરડા ધનપા શેરી, (વાણીયા મહાજનની વંડી પાસે) સામે ગુન્‍હો દાખલ કરેલ છે.  ક્રાઇમ બ્રાન્‍ચના પો.ઇન્‍સ. જે.એચ. સિંધવ તથા પો.સ.ઇ. જે.જે. ગઢવી તથા એ.એસ.આઇ. વિક્રમભાઇ ચાવડા તથા પો.હેડ કોન્‍સ. જયદિપભાઇ કનેરીયા તથા પો.કોન્‍સ. સાહિલભાઇ સમા. વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે. 

(1:19 pm IST)