Gujarati News

Gujarati News

News of Wednesday, 7th December 2022

સરકારી ઈજનેર કોલેજમાં ભાવનગરની 7 વિધાનસભા બેઠક માટે મતગણતરી :થ્રીલેયર સુરક્ષા વ્યવસ્થા કરાઈ

 મતગણતરીને લઈને ચુંટણી વિભાગે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો

ભાવનગર શહેર અને જિલ્લાની સાત વિધાનસભા સીટની મતગણતરી માટે ચૂંટણીપંચે તમામ તૈયારીઓ પૂર્ણ કરી હતી. આવતીકાલે સરકારી ઈજનેર કોલેજમાં ભાવનગરની 7 વિધાનસભા બેઠક માટે મતગણતરી થશે. મતગણતરીમાં થ્રીલેયર સુરક્ષા વ્યવસ્થા રહેશે. મતગણતરીને લઈને ચુંટણી વિભાગે પણ તમામ તૈયારીઓને આખરી ઓપ આપ્યો હતો.

(7:26 pm IST)