Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કચ્છમાં ફરી ભૂકંપનો આંચકો : તીવ્રતા 4 ની નોંધાઈ: લોકો ઘરની બહાર દોડી ગયા

ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ પાસે નોંધાયું: વહેલી સવારે 5:57 મિનિટે 3.1ની તીવ્રતા બાદ ફરીવાર 4 ની તીવ્રતાના ભૂકંપના આંચકાથી ફફડાટ

કચ્છમાં ફરી ભૂંકપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા આવતા લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, પહેલા ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ અને બીજા ભૂકંપની તીવ્રતા 4 ની નોંધાઈ હતી.

 સૌરાષ્ટ્રમાં ભૂકંપનો સિલસિલો હજી પણ યથાવત છે. ભારે ઠંડીમાં ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. જો કે, સૌરાષ્ટ્રમાં નાના મોટા ભૂકંપનો સિલસિલો ચાલુ જ રહેતો હોય છે. કચ્છ પંથકમાં આજે વહેલી સવારે 5:57 મિનિટે 3.1ની તીવ્રતાનો ભૂકંપ બેલા નજીક નોંધાયો હતો. ત્યારે હવે કચ્છમાં બીજો ભૂકંપનો આંચકો નોંધાતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે. ભૂકંપનું એપી સેન્ટર ભચાઉ પાસે નોંધાયું છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ રાજયમાં ઠંડીના પ્રમાણમાં છેલ્લા કેટલા સમયથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ભૂંકપના કારણે લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યા હતા અને બહાર ભારે ઠંડીનો સામને કરવો પડી રહ્યો હતો

(8:42 pm IST)