Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગીર સોમનાથ પંથકમાં ચાર વર્ષના બાળકને દિપડાએ હુમલો કરી ફાડી ખાધો

સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નવા ઉગલા ગામે ચાર વર્ષના હસમુખ મકવાણા નામના બાળકને દિપડાએ ફાડી ખાધેલ છે. છેલ્લા એક અઠવાડિયામાં ગીર સોમનાથ પંથકમાં દીપડાના હુમલાથી આ બીજું મૃત્યુ નિપજેલ છે. આ પહેલાં ૧ લી જાન્યુઆરીએ કોડીનાર તાલુકામાં એક વ્યક્તિ ઉપર હુમલો કરી દીપડાએ તેને મારી નાખેલ.

 
(10:04 pm IST)