Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ધોરાજીના નવનિયુક્ત એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ રાહુલ કુમાર મહેશ ચંદ્ર શર્માએ લોકડાઉનના કારણે પોતાના જ પુત્રોને મારી નાખનાર શબીર અહમદ રાઠોડની જામીન અરજી રદ કરી

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી:ધોરાજીના નવનિયુક્ત એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ શ્રી રાહુલ કુમાર મહેશ ચંદ્ર શર્માએ લોકડાઉનના કારણે પોતાના જ પુત્રો ને મારી નાખનાર શબીર અહમદ રાઠોડની રાઠોડની જામીન અરજી રદ કરી છે
પ્રાપ્ત વિગત મુજબ શબીર અહમદ રાઠોડ મૂળ પોરબંદરના રહેવાસી હતા અને તેમના પિતાને પેરાલિસિસનો હુમલો આવતા પોરબંદરમાં પાણખાણીયા ની હોસ્પિટલમાં દાખલ કરે તે વખતે તેમણે કરજો થયેલો હતો ત્યારબાદ પોતાના બંને દીકરાઓને સુન્નત શાદી માટે પણ તેમણે રકમ લીધેલ હતી અને તે રકમ તે પાછી ભરી શકતા ન હતા. તેમને પૂછી ના આપનાર ભુપતભાઈ મેર કે અન્ય લોકો તરફથી ત્રાસ ન હતો પરંતુ તેમને પોતાને શરમ આવતી હતી આથી તેઓ પોરબંદર થી નીકળી અને પોતાના સાસરે ગયેલા પરંતુ ત્યાં કોઈ કામ ધંધો મળેલો નહીં પછી ઉપલેટા પોતાના બહેનને ત્યાં ગયેલા ત્યાં ત્રણ દિવસ રોકાવા છતાં તેમને કોઈ કામ ધંધો મળેલો નહીં આથી બધાને વંથલી જવું છે તેમ કહી અને પોતાના ત્રણે બાળકો પત્નીને રિક્ષામાં લઈ અને નીકળી ગયેલા ત્યાંથી તેઓ ભાડેર ગામ ના સ્મશાન પાસે પહોંચતા રિક્ષામાંથી ઉતરી ગયેલ અને નજીકમાં થોડું કામ છે તેમ કહી અને બધાને લઈને જતા હતા એવામાં ચેકડેમ પાસે પહોંચતા તેમણે પુલ ઉપરથી પોતાના સંતાનોને પાણીમાં ફેંકી દીધેલ અને પોતાના પત્નીને પણ પાણીમાં ફેંકી દીધા અને પોતે પણ પાણીમાં કૂદી ગયા પરંતુ પાણી ઊંડું ન હોવાથી તેમણે પોતાના બાળકોને ઊંડા પાણી તરફ ધકેલવા લાગેલ અને આ વખતે તેમના પત્ની આજીજી કરી અને પ્રયત્ન કરતા હતા પરંતુ lockdown ના કારણે કોઈ આર્થિક ઉપાર્જન ન હોવાથી કંટાળી ગયેલા શકશે એ પોતાના બાળકોને પાણીમાં ધકેલી દીધેલા આ વખતે ત્યાંથી ગોવાળ નીકળતા તેમણે આ દૃશ્ય જોતાં તેમણે પોતાના જીવની ચિંતા કર્યા વગર રુકસાના બેન wife of સબીર ભાઈ અને સબીર ભાઈ ને બચાવી લીધેલ તથા દીકરા અહેમદને પણ બચાવી શકે જ્યારે આ શબ્બીરભાઈ નો દીકરો મહંમદ અને રેહાના મરણ ગયેલા હતા આ બનાવ પરથી ગુવાર ની ફરિયાદ લઇ અને પાટણવાવ પીએસઆઇ શ્રી રાણાએ તપાસ હાથ ધરેલી અને અને તેઓને ધરપકડ કરી હતી.ત્યાર બાદ ચાર્જશીટ થઈ જતાં આરોપી તરફથી રજૂઆત કરવામાં આવી હતીકે lockdown ની આર્થિક સંકડામણને કારણે આરોપી તરફથી આવું પગલું ભરેલુ હોય નામદાર અદાલત દયાની દૃષ્ટિએ જોઈએ ત્યારે સરકારી વકીલ તરફથી એવી દલીલ કરવામાં આવેલી હતી કે કોઈ પણ મનુષ્ય નો વધ કરવામાં આવે તે કોઈ વ્યક્તિ કે કુટુંબ નહીં પરંતુ માનવતા વિરુદ્ધનું અપરાધ છે તે હળવાશથી લઈ શકાય નહીં હાલના આરોપીએ આ કોઈ ઉતાવળિયું કે ભરેલું પગલું નથી તેમણે નિર્ણય લીધેલો છે અને યોગ્ય પગલું સમજીને ભરેલું છે તેમને જામીન ઉપર ન છોડવા જોઈએ આ તમામ દલીલોને ધ્યાને લઇ અને ધોરાજીના નવનિયુક્ત એડિશનલ ડિસ્ટ્રીક્ટ જજ રાહુલ મહેશ ચંદ્ર શર્મા એ આરોપી શબ્બીર અહેમદ રાઠોડની જામીન અરજી રદ કરી નાખેલ છે

(10:06 am IST)