Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મોટા દહીંસરા ગામે ૪ લાખનો દારૂ કબ્‍જે

ખેતરમાં ટાંકો બનાવી છૂપાવીને રાખેલ

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૮ : બુટલેગરો પોલીસથી દારૂ છુપાવવા માટે અલગ અલગ નુસ્‍કાઓ અપનાવતા હોય છે ત્‍યારે માળિયા તાલુકાના મોટા દહીંસરા ગામે ખેતરમાં ટાંકો બનાવીને મસ મોટો દારૂ જથ્‍થો છુપાવીને રાખ્‍યો હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ૪ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ મોરબી એલસીબી પી આઈ વી બી જાડેજાની સુચનાથી પી એસ આઈ એન બી ડાભી સહિતની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન એલસીબી ટીમના નીરવભાઈ મકવાણા અને દશરથસિંહ પરમારને બાતમી મળેલ કે મોટા દહીંસરા ગામની સીમમાં અજયસિંહ ભાવુભા જાડેજાએ દશુભા સુખુભા જાડેજાની કબ્‍જા ભોગવાટા વાળા ખેતરમાં જમીનમાં ટાંકો બનાવીને તેમાં વિદેશી દારૂની બોટલ છુપાવેલ હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડો પાડી ત્‍યાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૮૮ કીમત રૂ.૪,૩૮,૩૦૦ નો મુદામાલ કબજે કરી બે આરોપીઓ વિરુદ્ધ માળિયા પોલીસ મથકમાં ગુન્‍હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબી એલસીબી ટીમની આ કામગીરીમાં પી આઈ વી બી જાડેજા, પી એસ આઈ એન બી ડાભી, ઈશ્વરભાઈ કલોતરા, પૃથ્‍વીરાજસિહ જાડેજા, નીરવભાઈ મકવાણા, દશરથસિંહ પરમાર, ભગીરથસિંહ ઝાલા, આશીફભાઈ ચાણક્‍ય, ચંદ્રકાન્‍તભાઈ વામજા, સહદેવસિંહ જાડેજા સહિતની ટીમે કરેલ છે.

(11:18 am IST)