Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જામજોધપુરના મેઘપર અને સોનવડિયા ગામે ભાજપ દ્વારા સંયુકત ખાટલા બેઠક

(દર્શન મકવાણા  દ્વારા) જામજોધપુર,તા. ૮: તાજેતરમાં જામજોધપુરના સોનવડિયા અને મેદ્યપર ગામે ભાજપ દ્વારા ખાટલા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.આ બેઠકમાં સ્થાનિક સ્વરાજયને ચુંટણી ને અનુલક્ષીને પ્રચાર સંદર્ભે તથા તૈયારીઓ અંગે માર્ગદર્શક સુચના કર્યા હતા.આ ખાટલા બેઠકમાં માર્કેટિંગ યાર્ડના વાઇસ ચેરમેન સી.એમ.વાછાણી, નગરપાલિકા ઉપપ્રમુખ નરેન્દ્રભાઈ કડીવાર , ભાજપના યુવા અગ્રણી હર્ષદીપભાઈ સુતરીયા , પૂર્વ શહેર પ્રમુખ ખુશાલભાઈ જાવીયા તેમજ ભાજપના પદાધિકારીઓ ,હોદેદારો,સ્થાનિક આગેવાનો , કાર્યકરો આ ખાટલા બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

(11:38 am IST)