Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ભાવનગર કોંગ્રેસ દ્વારા લોકોના પ્રશ્નો સાંભળવા મોબાઇલ એપ લોન્ચ

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૭ :  આગામી સ્થાનિક સ્વરાજયની ચૂંટણી સંદર્ભે કોંગ્રેસપક્ષનું સંગઠન વધુ મજબુત બનાવવા અંગે તેમજ ચુંટણીની પૂર્વ તૈયારીઓ માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમીત ચાવડાની સુચના અનુસાર મહાપાલિકામાં હેલ્લો કેમ્પઇન અને લોકો પોતાના પ્રશ્નો રજુ કરી શકે તે માટે મોબાઇલ અ ેપ હેલ્લો ગુજરાત લોન્ચ કરી હતી. આજે ભાવનગર શહેરના સાગર કોમ્પ્લેક્ષ ખાતે આવેલી કોંગ્રેસ કાર્યાલય ખાતે લોન્ચીંગ કાર્યક્રમમાં એપની વિગતો આપવામાં આવી હતી.

પત્રકાર પરિષદમાં ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશ વાઘાણી, ભાવ. મ્યુ. વિપક્ષના પૂર્વ નેતા જયદીપસિંહ ગોહિલ, ભરતભાઇ બુધેલીયા, રહીમભાઇ કુરેશી, પ્રવકતા રામદેવસિંહ ઝાલા, સહિતના કોંગ્રેસના આગેવાનોએ માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે, લોકો પોતાના પ્રશ્નો રજુ કરી શકે પોતાના વિસ્તારની સમસ્યાઓ જણાવી શકે અને આવનારા પરિવર્તનમાં લોકો પણ ભાગીદાર થઇ શકે છે તે માટે કોલ કરો અથવા વોટસઅપે ઉપર મોબાઇલ નં.૯૦૯૯૯ ૦રરપપ ઉપર પોતાની સમસ્યા અને પ્રશ્નો રજુ કરી શકશે. પ્રજાના અવાજને બુલંદ કરવા લોકોના પ્રશ્નો સમસ્યાઓ વિચારોને કોંગ્રેસ પક્ષના માધ્યમથી પરિણામ સુધી પહોંચાડવાના હેતુથી હેલો કેમ્પેઇનનો પ્રારંભ કરાયો છે.

કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે સતાધારી ભાજપ પક્ષની નિષ્ફળતાઓ સામે લોકો આવાઝ ઉઠાવી રહ્યા છે. જેમને કોરોના કાળમાં બેડને બદલે થકકા મળ્યા હોય વેન્ટીલેટરને બદલે ધમણ મળ્યા હોય, સરકારી હોસ્પિટલમાં સારવારને બદલે ખાનગી હોસ્પિટલમાં લુંટાયા હોય, અનઘડ વહિવટના કારણે જેમણે પોતાના પરિવાજનો ગુમાવ્યા હોય, તેમનો અવાઝ બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા હેલ્લો કેમ્પેઇન શરૂ કરાઇ છે. લોકો પોતાના પ્રાણ પ્રશ્નો રજુ કરી શકશે. શૈક્ષણિક પ્રશ્નો, ગરીબી, બેકારી, મોંઘવારી રોડ, રસ્તા, લાઇટ, સફાઇ સહિતના પ્રાથમિક પ્રશ્નોની ઉચ્ચકક્ષાએ રજુઆતો થશે અને તેના નિરાકરણ માટે કોંગ્રેસ પક્ષ સક્રિય પ્રયાસો કરશે.

લોકશાહીમાં કયારેય પણ શાસકોનો અહંકાર નહિ ચાલે જે જનતાનો અવાજ ના સાંભળે તેને સતામાં રહેવાનો કોઇ હકક નથી. હેલ્લો એટલે જનતાના મનની વાત છે જયારે સતાધારી પક્ષના મનની વાત જનતાને સંભળાવે છે. જયારે જનતાના મનની વાત સાંભળતી નથી. આજે સામાન્ય માણસ શાસનથી તકલીફમાં હોય તો એ કોને કહે ? સતા ઉપર બેસેલા નેતાઓ અને જનતા વચ્ચે મોટું અંતર છે. હેલ્લો દ્વારા કોંગ્રેસ પ્રશ્નજનતાની તકલીફો સરકાર સુધી પહોંચાડશે. હેલ્લો દ્વારા સૌપ્રથમવાર કોઇ રાજકીટ પક્ષ બોલવાને બદલે સાંભળશે. હેલ્લો થી ગુજરાતમાં પોગ્રેસિવ રાજનીતિની શરૂઆત થશે. હેલ્લો ગુજરાતની જનતાની આંખ, કાન અને અવાજ બનશે તેમ કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.

(11:40 am IST)