Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મોરબીના પૂર્વ ધારાસભ્ય ગોકળભાઇનો શતાયુ પ્રવેશ : બ્રિજેશભાઇએ શુભેચ્છા પાઠવી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૮ :  મોરબીના લોકસેવક અને પૂર્વ ધારાસભ્ય તરીકે પ્રતિનિધિત્વ કરી ચુકેલા સતવારા સમાજના સપુત, કેળવણી અને સામાજિક ઉત્થાન માટે જીવનપર્યત કાર્યરત રહેલા ગોકળભાઈ પરમારના ૧૦૦ માં વર્ષમાં એટલે કે શતાયુ પ્રવેશદિને મોરબી-માળિયા ના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાએ રૂબરૂ મળીને નિરામય દીર્દ્યાયુ માટે શુભેચ્છા પાઠવી હતી.

ગાંધીની મૂર્તિ અને આત્મકથાની કિતાબ તેમજ શાલ ઓઢાડીને મોરબી-માળિયાની પ્રજા વતી ગોકળભાઈનું અભિવાદન કર્યું હતું સાથે તેમણે ચિંધેલા જાહેર જીવનના માર્ગે આગળ વધવા આશીર્વાદ મેળવ્યા હતા આ તકે મોરબી નાગરિક બેંકના પ્રમુખ અશ્વિનભાઈ કોટક, યુવા અગ્રણી જીજ્ઞેશભાઈ કૈલા, ભરતભાઈ સાણજા, જયંતીભાઈ શેરશીયા, દિવ્યેશભાઈ પટેલ, હનુભા જાડેજા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:41 am IST)