Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

રાણાવાવ પાસે બાઇક સવાર યુવાનને હડફેટે લઇને નાસી જનાર બોલેરો ચાલક ઝડપાયો

પોરબંદર,તા. ૮: રાણાવાવ પાસે બાઇક સવાર યુવાનને હડફેટે લઇને બાઇકમાં બેઠેલા માતા અને ૮ વર્ષના બેઠેલા માતા અને ૮ વર્ષના પુત્રને ઇજા કરી નાસી જનાર બોલેરાના ચાલક રણમલ ભીખાભાઇ ગોરાણિયા રે. ગોરાણા (કલ્યાણપુર) વાળાને પોલીસે પોકેટ કોપની મદદથી પકડી પાડેલ છે.

રાણાવાવ મહેતા વાવના રોડ પર જુનાગઢનો એક યુવાન પોતાની માતા તથા ૮ વર્ષના પુત્રને પોતાની મોટર સાયકલ લઈને જતા હોય તે વખતે એક બોલેરો ગાડીના ચાલકે પોતાની બોલેરો દ્વારા મોટરસાયકલ સહિત યુવાનને હડફેટે લઇને બોલેરો ચાલક નાસી છુટેલ. જે અન્વયે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતા આ ગુન્હો શોધી આરોપીને ઝડપી લેવા માટે પોલીસ અધિક્ષક શ્રી ડો. રવી મોહન સૈની દ્વારા આપેલ સુચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.સી.કોઠિયાના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ ઈન્સ. બી.એસ.ઝાલા તથા સ્ટાફના હેડ કોન્સ. ડી.પી.વરુ તથા પો.કોન્સ.રાજાભાઇ તથા વિજયભાઈ ભુતિયા, જયમલભાઈ સામતભાઈ, સરમણભાઈ દેવાયતભાઈ દ્વારા વિસ્તારમાં જરૂરી વોચ ગોઠવી પોકેટ કોપ/ઈ.ગુજકોપની મદદથી આ ગુનામાં સંડોવાયેલ વાહન બોલેરોના ચાલક રણમલ ભીખાભાઈ ગોરાણીયા રહે.ગોરાણા ગામ તા.કલ્યાણપુર જિ.દેવભૂમી દ્વારકા વાળાને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

(11:44 am IST)