Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મોરબીમાં પરિવારથી વિખુટા પડેલા બે પરપ્રાંતીય બાળકોનું પરિવાર સાથે સુખદ મિલન

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૮ :  ગુજરાતમાં રોજગારી મેળવવા અર્થે લાખો પરપ્રાંતિયો કામ-ધંધો, મજૂરી કરીને પેટીયું રળવા માટે આવે છે. આવું જ એક પરિવાર મોરબીમાં મજૂરી અર્થે આવ્યું હતું. સિરામીકના કારખાનામાં મજૂરી કરતાં આ પરિવારના બે પુત્રો એક દિવસ રમતા રમતાં કયાં નીકળી ગયા ખબર ન રહી. દ્યણી શોધખોળ કરી પરંતુ મળ્યા નહીં.

બીજી તરફ ૪-૫વર્ષની ઉંમરના બન્નેબાળકો રમતા રમતા દૂર સુધી એક પેટ્રોલ પંપ નજીક એકલા અટૂલા ફરતાં હોઇ પેટ્રોલ પંપમાં કામ કરતાં વ્યકિતએ સ્થાનિક પોલીસને જાણ કરી અને પોલીસે બાળકોને જિલ્લાની ચાઇલ્ડ વેલફેર કમિટિ સમક્ષ રજૂ કરી એડોપ્શન એકટ અંતર્ગત ખોવાયેલ બાળકો અંગે અખબારોમાં જાહેરખબર આપી માતા-પિતાને શોધવા માટે અથાગ પ્રયાસો કર્યાં. બન્ને બાળકોને માતા-પિતા અને દ્યર જેવી જ હૂંફ મળી રહે તે માટે સેલ્ટર હોમમાં રાખ્યા. જયાં આ બાળકોને ખાવા-પીવા, રહેવા, ઓઢવા-પાથરવા સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન બાળકોનું યોગ્ય રીતે કાઉન્સેલીંગ થાય તે માટે કાઉન્સેલરની વ્યવસ્થા કરી બાળકો કયાંના છે? તેમના નામ? માતા-પિતાના નામ? પોતે કયાંના છે? અહીં કયા વિસ્તારમાં રહે છે? સહિતની વિગતો મેળવવા માટે અનેક પ્રયાસો હાથ ધર્યા. પરંતુ બાળકો પોતે માતા-પિતાથી દૂર ખોવાઇ ગયાનો અહેસાસ થતાં ડરી ગયા હતા અને કંઇ પણ બોલી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. પરંતુ જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ ડી. શેરશિયા સહિતની ટીમ દ્વારા બાળકોનું સતત કાઉન્સેલીંગ કરવામાં આવી રહ્યું હતું.

શરૂઆતમાં તો આ બન્ને બાળકો પોતાનું નામ કે અન્ય કોઇ વિગતો બોલી શકતા ન હોતા પરંતુ બાળ સુરક્ષા એકમ દ્વારા પ્રેમ અને લાગણીના વ્યવહારો બાદ વિશ્વાસમાં લઇને બાળકોને બોલતા કર્યા પરંતુ બાળકો પોતે ઝારખંડના હોવાથી પોતાની સ્થાનિક ભાષા બોલતા હતા એટલે ઝારખંડની સ્થાનિક ભાષા સમજી શકે તેવા દુભાષીયાની પણ મદદ લેવાઇ અને મોરબી જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમના સદ્યન અને સતત પ્રયાસથી બાળકના માતા-પિતા શોધવા માટે એક પછી એક કડીઓ મળવા લાગી. જિલ્લા કલેકટર જે.બી. પટેલે પણ આ બાબતે અંગત રસ લઇને બાળકોને તેમના માતા-પિતા મળી જાય તે માટે અનેકવિધ પ્રયાસો કર્યા અને ટીમને માર્ગદર્શન આપ્યું. એક પછી એક કડી મળતી ગઇ ત્યારે બાળકો જયાંથી મળી આવ્યા હતા ત્યાં ફરીથી તેને લઇ જવામાં આવ્યા. ત્યાં દુભાષીયાની મદદથી અનેક પ્રકારની પૂછપરછ કર્યાં બાદ માલુમ પડ્યું કે અહીં તેમના માતા-પિતા દૂરની એક સિરામીક કંપનીમાં મજૂરી કામ કરે છે. આમ વાતને ધ્યાને લઇને અહીંની ફેકટરીઓમાં ઝારખંડના વતની હોય તેવા મજૂરોની તપાસ કરતાં બે સગા ભાઇઓના પિતાની ભાળ મળી અને તેના પિતા સાથે સુખદ મિલન કરાવવામાં આવ્યું.

સમગ્ર કાર્યવાહી દરમિયાન છેલ્લા બે મહિના સુધી સતત મહેનત, દેખરેખ અને વિવિધ વિભાગો સાથે સંકલનની કામગીરી જિલ્લા કલેકટર જે.બી. પટેલના નેતૃત્વમાં જિલ્લા સમાજ સુરક્ષાઅધિકારી અનિલાબેન પીપલીયા અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો.વિપુલ શેરશિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા બાળ સુરક્ષા એકમના પ્રોટેકશન ઓફિસર રિતેશકુમાર ગુપ્તા,કાઉન્સેલર ખ્યાતિબેન પટેલ,સામાજિક કાર્યકર રંજનબેન મકવાણા અને સંસ્થાના કર્મચારીના સદ્યન પ્રયાસથી બાળકોના માતા-પિતાને શોધી બંને બાળકોને ચાઇલ્ડ વેલ્ફેરકમિટીના ચેરમેન રાજેશભાઈ બદ્રકીયા અને તેઓની ટીમ દ્વારા બાળકોની તેમના પિતાને સોંપણી કરવામાં આવી હતી.

(11:45 am IST)