Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

લીંબડીથી સુરેન્દ્રનગર લઇ આવેલ દારૂ ઝડપાયો

વઢવાણ, તા., ૮: જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયાની જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતી સદંતર નાબુદ કરવાની સુચના આધારે તેમજ ના.પો.અધિ. એચ.પી.દોશી સુરેન્દ્રનગર ડીવી. તથા સી.પી.આઇ. સુ.નગરના માર્ગદર્શન હેઠળ એસ.બી.સોલંકી પોલીસ બસ ઇન્સપેકટર સુ.નગર સીટી બી ડીવી પો.સ્ટે. નાઓને બાતમી આધારે સુરેન્દ્રનગર ઘુઘરી પાર્કથી અલ્ટ્રાવિઝન સ્કુલ પાસે રોડ ઉપરથી મો.સા. રજી. નં. જીજે-૧૩-કયુ ૭૬પ વાળુ ડબલ સવારીમાં (૧) રમેશભાઇ માનસીંગભાઇ કુણપરા ચુ.કોળી ઉ.વ.ર૯ ધંધો મજુરી રહે.સુરેન્દ્રનગર ૮૦ ફુટ રોડ દેશળભગતની સામે ૧૭ નંબરની સ્કુલ સામે વાળો (ર) રાજેશભાઇ ઉર્ફે રાજુ ભગવાનજીભાઇ ગોરી ભાનુશાળી ઉ.વ. ૩૨ ધંધો-મજુરી રહે. સુ.નગર૮૦ ફુટ દેશળભગતની વાવા પાસે  મયુરનગર શેરી નં. ૨ વાળાઓ પાસેથી દારૂની બોટલ નંગ-૧પ કિ. રૂ. પ૬રપ તથા સ્પ્લેન્ડર મો.સા. કિ. રૂ. ૧૫૦૦૦ તથા મો.ફોન નંગ-ર કિ. રૂ. ૧પ૦૦ મળી કુલ કિ. રૂ. રર૧રપના મુદામાલ સાથે મળી આવતા સદરહું ઇંગ્લીશ દારૂનો જથ્થો (૩) ભરતભાઇ જોગરાણા રહે. લીંબડીવાળા પાસેથી લાવેલ હોવાનું જણાવતા મજકુર ત્રણેય ઇસમો વિરૂધ્ધ સુ.નગર સીટી બી ડીવી પો સ્ટે. ખાતે પ્રોહી.એકટ કલમ ૬પ એએ, ૧૧૬ બી, ૯૮ (ર), ૮૧ મુજબ હેઠળ ગુન્હો રજી. કરવામાં આવેલ છે.

એસ.બી.સોલંકી પો.સબ ઇન્સ. તથા એ.એસ.આઇ સરદારસિંહ ઘનશ્યામસિંહ તથા પો.હેડ કોન્સ. ગણપતભાઇ ભુરાભાઇ પો.કોન્સ. મહિપતસિંહ હેમુભા પો.કોન્સ. વનરાજસિંહ પોપટસિંહ એ રીતની ટીમ દ્વારા રેઇડ કરી પ્રોહી. ધારા હેઠળનો સફળ  કેશ શોધી કાઢેલ છે.

(11:58 am IST)