Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

મહુવાના મોટા ખૂંટવડા ગામે ૩ દુકાન, બે મકાનમાં ચોરી

ભાવનગર તા.૮ : ખૂંટવડા ગામે તસ્કરોએ ત્રણ દુકાન અને ર મકાનમાં તાળા તોડી ચોરી કરતા પોલીસ દોડી ગઇ હતી.વિગતો મુજબ મહુવા તાલુકાના મોટા ખૂંટવડા ગામે તસ્કરોએ તરખાટ મચાવી દીધો હતો. મોટા ખૂંટવડા ગામે મેઇન બજારમાં આવેલ દિલાવર બાપુની સાયકલ રીપેરીંગની દુકાન રેશનીંગની  દુકાન,પાન-માવાની દુકાન તથા બાજુમાં આવેલ બે બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા જેમાં પાન માવાની દુકાનમાંથી રૂ.૬૦૦૦ ની રોકડની ચોરી થઇ છે જયારે અન્ય ચોરીનો પ્રયાસ થયોછે આ અંગે પોલીસને જાણ થતા ખૂંટવડા પોલીસ બનાવ સ્થળે દોડી આવી હતી અને તપાસહાથ ધરી હતી.

(11:46 am IST)