Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ઠંડીમાં ઠંડો પવન ભળતા સર્વત્ર શિતલહેર : નલીયા-૭.ર ડીગ્રી

કંડલા એરપોર્ટ ૯.૪, રાજકોટ-૯.૮, ગિરનાર પર્વત-૧૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાન : પારો ઉંચે ચડયો છતાં ઠંડક યથાવત

રાજકોટ, તા. ૮ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીમાં ઠંડો પવન ભળતા સર્વત્ર શિતલહેર છવાઇ ગઇ છે. આજે કચ્છના નલીયામાં સૌથી નીચુ લઘુતમ તાપમાન નોંધાયું છે. જયારે કંડલા એરપોર્ટ ઉપર ૯.૪, રાજકોટ-૯.૮, ગિરનાર પર્વત ઉપર ૧૦.૩ ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

લઘુતમ તાપમાનનો પારો ઉંચે ચડયો છે. છતાં પણ કંડલાનો માહોલ યથાવત છે અને લોકો ઠુંઠવાઇ રહ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સતત ત્રીજા દિવસે ઝાકળ સાથે બેઠા ઠારનો કહેર યથાવત રહ્યો હતો.

અમરેલીમાં કાલે પ્રથમવાર પારો સીંગલ આંકડામાં પહોંચી જતા લોકો ઠંડીમાં ઠીંગરાઇ ગયા હતાં.  સવારમાં ભેજનું પ્રમાણ વધી ગયું હતું. રાજકોટ, કેશોદ, ભાવનગર, વેરાવળ, ભુજ, નલીયા, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં ઝાકળ વર્ષાથી રસ્તા ભીના થઇ ગયા હતાં અને વાહન ચાલકો પરેશાન થયા હતાં. મધરાતથી જ ઝાકળ પડવાનું શરૂ જાય છે.  સવારે પવનનું જોર પણ વધુ હતું. સૌરાષ્ટ્રમાં કાલે કેશોદ, અમરેલી, રાજકોટ શહેરમાં તાપમાન સીંગલ આંકડામાં રહ્યું હતું. બેઠાઠારને  કારણે બપોરના સમયે પણ વાતાવરણમાં ઠંડીનો અનુભવ થઇ રહ્યો હતો.

દિવસભર કોલ્ડવેવને કારણે ઠંડીનો ચમકારો અનુભવાય છે, પણ આ માહોલ વચ્ચે વરસાદ પડવાની શકયતા હવામાન ખાતાએ વ્યકિત કરી છે. ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા સાપુતારામાં કમોસમી વરસાદ પડયો હતો. સામાન્ય રીતે માગસર મહિનો ઠંડીની સીઝનનો મહિનો કહેવાય છે, પણ શુક્રરવારથી ત્રણ દિવસ સુધી દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં માવઠું પડે એવી સંભાવના હવામાન વિભાગે વ્યકત કરી છે.

રાજયના હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું હતું કે, તા. ૮ જાન્યુઆરીના રોજ ડાંગ, તાપી,, નર્મદા, દાહોદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. જયારે તા. ૯ જાન્યુઆરી રોજ રાજયના છોટા ઉદેપુર, નવસારી, ભરૂચ તથા તા.૧૦ જાન્યુઆરીના રોજ દાહોદ નર્મદા તથા તાપીમાં વરસાદ થઇ શકે છે. રાજયના જુદા જુદા શહેરમાં ઠંડીનું જોર વધ્યું છે. રાજયના હવામાન વિભાગે એવી પણ આગાહી કરી છે કે, આવનારા ત્રણ દિવસ સુધી ઠંડી વધવાની પૂરી શકયતા છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) : સોરઠમાં આજે લઘુતમ તાપમાન ૪.ર ડીગ્રી વધ્યું છે. હોવા છતાં ઠારનો કહેર યથાવત રહ્યો છે.

જુનાગઢના ગિરનાર પર ગઇકાલે ૬.૧ ડીગ્રી કાતિલ ઠંડી રહ્યા બાદ આજે લઘુતમ તાપમાન વધીને ૧૦.૩ ડીગ્રી થયું હતું. આમ ગિરનાર પર ઠંડીમાં રાહત રહી હતી, પરંતુ ઠાર અને બર્ફીલો પવન ફુંકાતા ગિરનાર વિસ્તાર ટાઢોબોળ રહ્યો છે.

જયારે જુનાગઢમાં પણ આજે લઘુતમ વીને ૧પ.૩ ડીગ્રી રહેલ છે, પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૪૭ ટકા રહેતા ઠાર અને ૮.૮ કિમીની ઝડપે ઠંડો પવન ફૂકાતા લોકો ઠરી ગયા હતાં.

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૬.૧

,,

ડીસા

૧૧.૮

,,

વડોદરા

૧૭.૦

,,

સુરત

૧૮.૨

,,

રાજકોટ

૯.૮

,,

ગિરનાર પર્વત

૧૦.૩

,,

કેશોદ

૧૦.૮

,,

ભાવનગર

૧૫.૯

,,

પોરબંદર

૧૦.૮

,,

વેરાવળ

૧૫.૫

,,

દ્વારકા

૧૪.૧

,,

ઓખા

૧૬.૯

,,

ભુજ

૧૦.૩

,,

નલીયા

૭.૨

,,

સુરેન્દ્રનગર

૧૧.૫

,,

ન્યુ કંડલા

૧૦.૫

,,

કંડલા એરપોર્ટ

૯.૪

,,

અમરેલી

૧૩.૪

,,

ગાંધીનગર

૧૫.૫

,,

મહુવા

૧૭.૧

,,

દિવ

૧૭.૨

,,

વલસાડ

૧૨.૦

,,

જૂનાગઢ

૧૫.૩

''

વલ્લભ વિદ્યાનગર

૧૭.૧

,,

(11:50 am IST)