Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ધારીમાં લાયબ્રેરી રોડ ઉપર વધુ એક નવી પોલીસ ચોકીનો પ્રારંભ

ધારી-અમરેલી :.. ધારી શહેરનો વિકાસ દિન પ્રતિદિન વધતો જાય છે. ત્યારે ગુનાખોરી અંકૂશમાં લેવા માટે જીલ્લા પોલીસ વડા એસ. પી. શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ તૈયાર થયેલ. ધારીની લાયબ્રેરી રોડ પોલીસ ચોકી નવી બનાવવામાં આવી હતી. જેનું લોકાર્પણ રેન્જ આઇ. જી. અશોકકુમાર યાદવના હસ્તે કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે ડીવાયએસપી રાણા, ધારી પીએસઆઇ વાઘેલા, શ્રી ગોહીલ તથા પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. આમ ધારી શહેરની પ્રજાને વધુ એક પોલીસ ચોકી પ્રાપ્ત થઇ છે.

(11:52 am IST)