Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

પત્ની રીસામણે જતા નરાધમે લગ્નની લાલચ આપી યુવતિ પર બળાત્કાર

માણાવદરમાં કનકપરા ગામે ચકચાર : છ માસનો ગર્ભ રાખી દીધો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૮ : પત્ની રીસામણે હોય માણાવદર પાસેના કતકપરાના એક શખ્સે ગામની જ એક યુવતીને લગ્નની લાલચ આપી તેણી પર બળાત્કાર ગુજારીને છ માસનો ગર્ભ રાખી દીધો હોવાની ફરીયાદ યુવતીએ નોંધાવતા ચકચાર મચી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના કનકપરા ગામે રહેતી એક ર૯ વર્ષીય યુવતીએ તેના જ ગામનો મિતલ ઉર્ફે કુમેશ મનસુખભાઇ વાઘ સામે બળાત્કારની ફરીયાદ નોંધાવતા માણાવદર પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

યુવતીએ તેની ફરીયાદમાં જણાવેલ કે, મિતલની પત્ની રીસામણે હોય સાતેક મહિના પહેલા યુવતિને વિશવાસમાં લઇ લગ્ન કરવાની લાલચ આપી હતી.

બાદમાં મિતલે યુવતિને પોતાના ઘરે અવાર નવાર બોલાવી બળાત્કાર ગુજારેલ જેનાથી યુવતિેને છ માસનો ગર્ભ રહી ગયો હતો.

યુવતિની ફરીયાદના પગલે માણાવદરના પીએસઆઇ પી.વી. ધોકડીયાએ ત્વરીત તપાસ હાથ ધરી રાત્રે જ મિતલ ઉર્ફે કુમેશને રાઉન્ડઅપ કરી લીધો હતો. કોવિડ ટેસ્ટ બાદ આ શખ્સની વિધિવત ધરપકડ કરાશે.

(1:00 pm IST)