Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

અમરેલી જીલ્લા કોળી સમાજનાં કોંગ્રેસ કાર્યકરોની મિટીંગ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૮ : અમરેલી જિલ્લા કોળી સમાજ કોંગ્રેસ કાર્યકરોની મીટીંગ  જિલ્લા કોંગ્રેસ પ્રભારી ઝવેરભાઇ ભાલીયા ભાવનગરના પ્રમુખ  સ્થાને મળી ગયેલ રમેશભાઇ ગોહીલ અમરેલી કનુભાઇ કે.ચૌહાણ ધારી ધીરૂભાઇ વદાણી બાબર રવજીભાઇ મકવાણા ચિતલ, નારણભાઇ મકવાણા, અમરેલી શ્રી ચંદુભાઇ બારૈયા અમરેલી શ્રી મુકેશભાઇ ભાલીયા કરીયાણા મગનભાઇ મકવાણા નાના રાજકોટ ભીખુભાઇ ચાંવડીયા ગાવડકા શ્રી બાબુભાઇ ભવાનભાઇ બાબરા તેમજ દરેક તાલુકા અને શહેર કોળી સમાજના કાર્યકરોની  ઉપસ્થિતિમાં મળી હતી.

ઝવેરભાઇ ભાલીયાએ  જણાવેલ કે નજીકના સમયમાં સ્થાનિક સ્વરાજની ચુંટણી રાજકારણના પાયારૂપ ગણાતી આ ચુંટણી અમરેલી જિલ્લા કોળી સમાજના કોંગ્રેસ કાર્યકરોઓ કામે લાગી જવા અને ચુંટણી લડવા માંગતા કાર્યાલયમાં સંપર્ક  કરવા જિલ્લા કોળી સેવા સંઘ પ્રમુખ રમેશભાઇ ગોહીલે જણાવેલ હતુ.

(1:01 pm IST)