Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સાવરકુંડલાનાં મહિલા હોમગાર્ડ નગમબેેન જખરાએ અઢીલાખ ભરેલ પાકીટ મૂળ માલિકને પરત કર્યુ

પ્રામાણિકતા બદલ મુસ્લિમ સમાજના પ્રમુખ દ્વારા સન્માન

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા,તા.૮ : સાવરકુંડલા હોમગાર્ડ મહીલા નગમબેન જખરા ને  અઢી લાખ રૂપિયા ભરેલ પાકીટ મળતા મૂળ માલિક ને પરત કારીદેતા નગમાં બેન જખરા એ ઈમાનદારી નું મહાઉદાહરણ પૂરૃં પડતા મુસ્લિમ સમાજ નું ગૌરવ વધારવા બદલ સાવર કુંડલા સુન્ની મુસ્લીમ જમાત ના -મુખ ઇરફાનભાઈ કુરેશી એ નગમાં બેન જખરા નું સન્માન કરેલ હતું

ગત તારીખ ૧૧ના રોજ અમરેલી રોડ પેટ્રોલપંપે પેટ્રોલ પુરવાવ ગયેલ નગમાં બેન જખરાની આગળની ગાડી પેટ્રોલ પુરાવી ને જતા હતા તે દરમ્યાન તેની ગાડી માં થી એક થેલો પડી ગયું હતું તે થેલોને નગમાં બેન જખરા એ લઇ ને તે બાઇક વાળાને અવાજ પડતા તે બાઇક વાળા કાકા એ ન સભાળતા નગમાં જખરા એ તે તેની બાઇકની પાછળ ૭ કિલો મીટર ચારખડીયા સુધી જઈને  રૂપિયા અઢી લાખ અને જરૂરી ડોક્યુમેન્ટ ભરેલુ થેલો પરત કરી દીધું હતું જે થેલો મૂળ માલિકે લઈ નગમાં જખરા ને ૧૦ હજાર આપવા ની લાગણી વ્યકત કરી પરંતુ નેક ઈમાનદાર નગમાં એ તે ૧૦ હજાર રૂપિયા લેવા નો ઇનકાર કર્યો અને નગમાં જાખરા એ કીધું કે એ થેલા માં કે ૧૦ હજાર રૂપિયા માં મારો થોડો અધિકાર છે? મારે એ પૈસા ન લેવાય  તે અઢી લાખ રૂપિયા ભરેલ થેલો મુળ માલિક રાજકોટમાં મકાન લીધું તેનું દેવા જતા તા પરતું મૂળ માલીકે પણ નગમાં જાખરાનો ફોટો ગોતી વર્તમાન પત્રમાં જાહેરાત આપી આભાર માન્યો હતો જેથી નગમાંએ ઈમાનદારીનું મહાઉદાહરણ પુરૂ પડતા તેવી વાત પ્રકાશમાં આવતા તે મહિલા હોમગાર્ડ નગમાં જખરા નું ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી ફળદુ એ પણ સન્માન કર્યું હતું અને અનેક વ્યકિત ઓ એ પણ અભિનંદન આપેલ હતા તે નગમાં જખરાએ સમગ્ર મુસ્લિમ સમાજનું ગૌરવ વધારવા બદલ સાવરકુંડલા સમસ્ત મુસ્લિમ સમાજના પ્રમુખ ઈરફાન કુરેશી એ પણ સન્માન કરેલ  હતું.

(1:02 pm IST)