Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

સહકારના સાત સિધ્ધાંતોને ખરા અર્થમાં સાર્થક કરતા ઇફકોના વાઇસ ચેરમેન દિલીપભાઇ સંઘાણી : ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને ધાબળા વિતરણ

અમરેલી : સહકારી પ્રવૃતિ સૌને સાથે લઈને ચાલતી અને સૌને લાભાન્વિત કરતી પ્રવૃતિ છે તેની પ્રતિતિ આજે દેશની સૌથી મોટી પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા ઈફકો દ્વારા થવા પામી. હાલમા હાડ થીજાવતી ઠંડી પડી રહી છે, તેવા સમયે મહિલા વિકાસ ગૃહની બાળાઓ તથા અમરેલી શહેરના  વિવિધ વિસ્તારોમા છુટાછવાયા વસવાટ કરતા ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોમાં ઈફકોના વાઈસ ચેરમેન દિલીભાઈ સંઘાણી હસ્તે ગરમ ધાબળા વિતરણ કરવામા આવેલ હતું તેની સાથે અશ્વિન સાવલીયા, જયંતિભાઈ પાનસુરીયા, ભાવનાબેન ગોંડલીયા, અલ્કાબેન ગોંડલીયા, તુષારભાઈ જોશી, શરદભાઈ પંડયા, રામભાઈ સાનેપરા, મયુરભાઈ હિરપરા, ધીરૂભાઈ વાળા સહિત ટીમ સહકાર ઉપસ્થિત રહેલ. અત્રે ઈફકો દ્વારા અમરેલી સહિત સમગ્ર રાજયમા ૩૦૦૦ હજારથી પણ વધુ ગરમ ધાબળાનું વિતરણ કરવામા આવેલ હોવાનું ઈફકોના ક્ષેત્રીય અધિકારી રામાણીની યાદીમા જણાવાયેલ છે. (તસ્વીર - અહેવાલ : અરવિંદ નિર્મળ, અમરેલી)

(1:03 pm IST)