Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વાંકાનેરનાં અમરસરની સીમમાં નાળીયેરના બાંચકાની આડમાં છુપાવેલા લાખોનો દારૂ ઝડપાયો

પરપ્રાંતીય ટ્રક ચાલકની ધરપકડ : કોને પહોંચાડવાનો હતો તે દિશામાં તપાસ

(હિતેશ રાચ્છ દ્વારા)વાંકાનેર તા. ૮: વાંકાનેરનાં અમરસર ગામની સીમ પાસેથી આજે સવારે અંગ્રેજી દારૂનો જંગી જથ્થો શહેર પોલીસે ઝડપી પાડયો હતો.

જિલ્લા પોલીસવડાનાં માર્ગદર્શન હેઠળ બાતમી નાં આધારે વાંકાનેર પાસે નાં અમરસર ગામ નજીક ખુલ્લી સીમમાંથી દારૂનો આખો ટ્રક શહેર પી.આઈ. બી.પી. સોનારા સહિતની શહેર પોલીસ ટીમે ઝડપી પાડયો હતો.

લાખોનો અંગ્રેજી દારૂ નાળિયેરનાં બાચકાની આડમાં છુપાવવામાં આવ્યો હતો, પોલીસ એ અચાનક રેઈડ કરી પર પ્રાંતીય ટ્રક ચાલક ને પણ ઝડપી પાડી આટલો જંગી જથ્થો કયાંથી આવ્યો કોને પહોંચાડવાનો હતો તે સહિતની વિવિધ દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને આ એક ટ્રક જ હતો કે વધુ જથ્થો હતો તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

કુલ કેટલો મુદામાલ છે અને આમાં અન્ય કોણ કોણ સામેલ છે તે તપાસ ચાલુ છે, ત્યારે વાંકાનેર શહેર પોલીસ નાં હાથે આટલો જંગી જથ્થો ઝડપાતા બુટલેગરો માં ફફડાટ ફેલાવા પામ્યો હતો.

(1:07 pm IST)