Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

યુથ હોસ્ટેલ એસોશીએસન ઓફ ઇન્ડીયા, જુનાગઢ, યુનિટના સભ્યો દ્વારા 'સંપુર્ણ ગીરનારની સાયકલ પર પરીક્રમા'

જુનાગઢઃ યુથ હોસ્ટેલ એસોશીએસન ઓફ ઇન્ડીયા, જુનાગઢ યુનિટ સંપુર્ણ ગીરનારની સાયકલ પર પરીક્રમાનું છેલ્લા ત્રણ વર્ષથી આયોજન કરે છે જેના ભાગરૂપે યુથ હોસ્ટેલ્સ એસોસીએશન ઓફ ઇન્ડિયા, જુનાગઢ યુનિટના કુલ ૬પ સભ્યોએ આ સાયકલ પરિક્રમમાં ભાગ લીધેલ યુથ હોસ્ટેલની અલગ અલગ પ્રવૃતિઓ પૈકી આ સાયકલ પરીક્રમાનો ઉદેશ સમાજમાં પ્રકૃતિ પ્રત્યે જાગૃતતા લાવવાનો તેમજ સાયકલનો રોજ બરોજ ઉપયોગ કરી સ્વાસ્થ્ય જાળવણી માટેનો સંદેશ આપવાનો હતો તેમજ વાહનોના ઝેરી ધુમાડાથી પર્યાવરણ અને પ્રકૃતિને બચાવવામાં સાયકલના યોગદાન બાબતે પણ લોકોને સંદેશ પહોંચાડેલ.  સાયકલ પરીક્રમમાં રેલ્વે સ્ટેશન ચોક, જુનાગઢ ખાતેથી વહેલી સવારે ચાલુ કરી ભેસાણ રોડ પર આવેલ રાણપુર ગામથી છોડવડી અનેત્યાંથી બીલખા થઇ જુનાગઢ, સરદાર ચોક જીમખાના પાસે પુર્ણ કરવામાં આવેલ પરીક્રમ દરમ્યાન કુલ ૭૩ કી.મી. જેટલી સાયકલ ચલાવી દરેક પરીક્રમાર્થીએ વીના અડચણે પરીક્રમા પુર્ણ કરેલ આ સાયકલ પરીક્રમમાં જુનાગઢ ઉપરાંત રાજકોટ, જેતપુર, કેશોદ, જામનગર વિગેરે શહેરોમાંથી બાળકો, સ્ત્રીઓ, સીનીયર સીટીઝનો, ડોકટરો, વકીલો અને નોકરીયાતો પણ જોડાયા હતા. સાયકલ પરીક્રમાનું આયોજન કરવામાં યુથ હોસ્ટેલ જુનાગઢ યુનિટના કારોબારી સમીતીના સભ્યોએ સાયકલ પરિક્રમાનું સમગ્ર આયોજન કરેલ અને પરિક્રમા દરમ્યાન બેકઅપ વ્યવસ્થા સાથેની વ્યવસ્થા કરેલ હતી. પરીક્રમાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે રૂટમાં આવતા છોડવડી, ભલગામ (બીલખા), ખડીયા ગામના આગેવાનો અને સ્વયંસેવકોએ સ્વાગત કરેલ.

(1:07 pm IST)