Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વંથલીના સોનારડી અને જુનાગઢમાંથી ર૧ લાખનો દારૂ કબ્જે

એક દરોડો પાડયો ત્યાં તેના મુદામાલની હકિકતથી બીજો દરોડો પાડયો : બોલેરોમાં પુઠાની પેટીઓ રાખેલઃ કુલ ૪ર૭ પેટી ઝડપી લીધી

જુનાગઢ, તા., ૮: જિલ્લાના વંથલી તાલુકાના સોનરડી ગામેથી તથા જુનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાંથી રાત્રી દરમ્યાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો સગે-વગે કરવાની પેરવીમાંરહેલ ુટલેગરોના મનસુબાને નિષ્ફળ બનાવી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૪ર૭ જે બોટલ નંગ-પ૧ર૪ કિ. રૂ. ર૧,૧૬,૮૦૦ તથા અન્ય મુદામાલ સહીત કુલ કિ. રૂ. ૩૧,૧૬,૮૦૦નો કબ્જે કરી પ્રોહીબીશન ધારા હેઠળના બે ગણનાપાત્ર કેસો ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢએ શોધી કાઢેલ છે.

નાયબ પોલીસ મહાનીરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટીની સુચના હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દારૂ તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતી કરતા ઇસમો ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ ગે.કા. પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના કરેલ હોય જે અન્વયે ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના ઇચા.પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સબ ઇન્સ. ડી.જી.બડવા તથા પો.સ્ટાફના માણસો ક્રાઇમ બ્રાન્ચ ઓફીસે હાજર હતા તે દરમ્યાન પો.કોન્સ. ડાયાભાઇ કરમટા તથા કરશનભાઇ કરમટાને સંયુકત રાહે બાતમી હકીકત મળેલ કે  (૧) જુનાગઢ  ગાંધીગ્રામ ગ્રોફેડમીલ પાસે રહેતો વીરા લાખાભાઇ કોડીયાતર રબારી તથા જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા નજીક રહેતો રાજુ ગોગન શામળાવાળાઓએ ભાગીદારીમાં ગે.કા. રીતે આર્થીક નફો રળવા સારૂ ગુજરાત રાજયમાં પ્રતિબંધીત એવો ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો અન્ય રાજયમાંથી વંથલી તાલુકાના સોનારડી ગામની સીમમાં મનુભાઇ માસ્તરના ખેતરની નજીક આવેલ ખુલ્લી પડતર જમીનમાં કટીંગ કરેલ છે અને હાલ આ કટીંગ કરેલ દારૂની હેરાફેરી ચાલુ છે અને દારૂ સગેવગે કરવાની પેરવીમાં તેવી હકીકત આધારે રેઇડ કરતા એક બોલેરો ફોરવ્હીલ ઠાઠાવાળી પડેલ હોય જેના ઠાઠામાં વિદેશી દારૂની પુઠાની પેટીઓ પડેલ હોય તેમજ બોલેરોની બાજુમાં જ ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાની પેટીઓ મળી આવેલ.

જેમાં મેકડોવેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ ર૪૯ બોટલ નંગ-ર૯૮૮ કિ. રૂ. ૧૧,૯પ,ર૦૦, રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી બનાવટની ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ-ર૮ બોટલ નંગ ૩૩૬  કિ.રૂ. ૧,૬૮,૦૦૦, બોલેરો રજી.નં.જીજે-૧૦-ટીટી-પ૭૧૩ કિ. રૂ. પ,૦૦,૦૦૦ કુલ કિ.રૂ. ૧૮,૬૩,ર૦૦નો મુદામાલ કબ્જે કરાયો છે.

બાદ સદરહું રેઇડની કાર્યવાહી પુર્ણ કરેલ હોય તે દરમ્યાન ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટાને સંયુકતમાં હકિકત મળેલ કે સોનારડી ગામે જુનાગઢના વિરા લાખાભાઇ કોડીયાતર રબારી રહે. જુનાગઢ ગ્રોફેડ મીલ પાસે તથા રાજુ ગોગનભાઇ શામળા રબારી રહે. જુનાગઢ ગાંધીગ્રામ ધરમ અવેડા પાસે વાળાઓએ જે વિદેશી દારૂનું કટીંગ થયેલ છે. તે પૈકીનો અમુક દારૂનો જથ્થો રાજુ ગોગનભાઇ શામળા રબારીએ જુનાગઢ ગાંધીગ્રામ ધરમઅવેડા નજીક આવેલ પોતાના કબ્જા ભોગવટાના રહેણાંક મકાનમાં છુપાવેલ છે. જો તાત્કાલીક આ જગ્યાએ રેઇડ કરવામાં ન આવે તો મજકુર ઇસમ આ દારૂનો જથ્થો સગેવગે કરી નાખશે અથવા કોઇને વેચી નાખશે તેવી ચોક્કસ હકીકત આધારે તુરત જ સદર હકીકતવાળા રહેણાંક મકાને રેઇડ કરતા આગળની સાઇડ એક બોલેરો પીકઅપ વાહન પડેલ હોય જેમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાની પેટીઓ પેલ હોય તેમજ સદકર મકાનની ઓસરીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પુઠાની પેટીઓ મળી આવેલ.

જેમાં મેકડોવેલ્સ નં. ૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ-૧૧૮ બોટલ નંગ-૧૪૧૬ કિ. રૂ. પ,૬૬,૪૦૦,  રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી બનાવટનીી ૭પ૦ એમએલની પેટી નંગ-ર૮ બોટલ નંગ૩૩૬ કિ. રૂ. ૧,૬૮,૦૦૦, રોયલ ગ્રાન્ડ પ્રિમીયમ ગ્રેઇન વ્હીસ્કી ૭પ૦ એમએલની પેટી નંગ-૪ બોટલ નંગ-૪૮ કિ. રૂ. ૧૯,ર૦૦, બોલેરો રજી.નં. જીજે -૭ વાયઝેડ ૬પપ૦ કિ. રૂ. પ,૦૦,૦૦૦ કુલ કિ. રૂ. ૧ર,પ૩,૬૦૦નો માલ કબ્જે કરાયો છે.

ક્રાઇમ બ્રાન્ચના ઇન્ચા. પો.ઇન્સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી. બડવા તથા પો.હેડ કોન્સ. વિજયભાઇ બડવા, શબ્બીરખાન બેલીમ, વિક્રમભાઇ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેષ મારૂ, નિકુલ પટેલ તથા પો.કોન્સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, સાહીલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિનેશભાઇ કરંગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:08 pm IST)