Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જામનગરમાં કેફી પદાર્થ પાંચ લાખનું મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું: ૩ની ધરપકડઃ મુંબઈથી લાવેલ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ :. પોલીસ અધિક્ષકશ્રી દીપન ભદ્રન દ્વારા જામનગર જીલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર રોક લગાવવા અને નશાખોરી રોકવા માટે પરીણામ લક્ષી કામગીરી કરવા સૂચના કરતા તે અનુસંધાને એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટર એસ.એસ. નિનામા તથા પો.સ.ઈ. આર.વી. વીંછી તથા વી.કે. ગઢવીનાઓના નેતૃત્વવાળી ટીમના પો. હેડ કોન્સ. દિનેશભાઈ સાગઠીયા તથા પો. કોન્સ. સંજયભાઈ પરમારને મળેલ ખાનગી બાતમી આધારે કાલાવડ નાકા બહાર, રંગમતી સોસાયટી જામનગરમાં રહેતા (૧) ઈમ્તીયાઝ જુસબભાઈ ખેરાણી તથા (૨) તોહીદ હનીફભાઈ ખલીફા તથા (૩) સલીમ કરીમખાન લોદીન કેફી પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ પાવડર પોતાના મકાને રાખી વેચાણ કરે છે. જેથી રેઈડ કરતા ઈમ્તીયાઝ જુસબ ખેરાણીના કબ્જામાંથી મેફેડ્રોન ડ્રગ્સ ૫૨ ગ્રામ કિં. રૂ. ૫,૨૦,૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કિં. રૂ. ૫,૯૧,૦૭૦ સાથે પકડેલ અને પૂછપરછ દરમ્યાન આ માલ તે મુંબઈથી લાવેલનું જણાવેલ હોય જેથી ત્રણેય ઈસમો વિરૂદ્ધ સીટી એ-ડિવી. પો.સ્ટે. એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

(1:08 pm IST)