Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વિસાવદરમાં જુનાગઢ શિક્ષણ પરિવાર દ્વારા ૬ઠ્ઠો કેમ્પ યોજાયોઃ ર૮ર બોટલ રકત એકત્ર

જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયની સતત ઉપસ્થિતિ અને માર્ગદર્શન

(વિનુ જોશી દ્વારા)  જુનાગઢ તા.૮ : શિક્ષણ સચિવ શ્રી વિનોદરાવની પ્રેરણાથી જિલ્લા વહીવટી તંત્ર અને જુનાગઢ શિક્ષણ પરિવાર માર્ગદર્શિત શિક્ષણ પરિવાર વિસાવદર દ્વારા જિલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ હાઇસ્કુલ વિસાવદર ખાતે ગઇકાલે ૬ ઠ્ઠો બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.

જિલ્લા શિક્ષણાધિકારીશ્રી આર.એસ.ઉપાધ્યાયે જણાવ્યુ઼ હતું કે આ કેમ્પમાં શિક્ષણ પરિવારના ર૮ર રકતદાતાઓએ ઉત્સાહ પુર્વક રકતદાન કર્યુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે જુનાગઢ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે આર.એસ.ઉપાધ્યાયએ ૪ માસ પહેલા ચાર્જ સંભાળ્યા બાદ ટુંકાગાળામાં શિક્ષણ જગતમાં જુનાગઢ જિલ્લાને રાજયકક્ષાએ અગ્રીમ હરોળમાં લાવી દીધો છે.

તેમજ શિક્ષણ જગતને લગતા પ્રશ્નો ઉકેલવામાં પણ તેઓ હંમેશા શિક્ષકો કર્મચારીઓને સંતોષકારક ઉકેલ લાવે છે. તાજેતરમાં તા.૧ જાન્યુઆરીના રોજ વર્ગ ઘટાડાની સુનાવણી જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે યોજાયેલ બાદમાં તા.૪ જાન્યુઆરીના રોજ બિન સરકારી માધ્યમીક ઉચ્ચ માધ્યમિક ફાજલ થતાં શિક્ષકોનો કેમ્પ યોજાયો હતો. જેમાં શિક્ષકોને સિનયોરીટી અને અને પસંદગીના સ્થળોએ જુનાગઢ સહિતના ગામમાં નિમણુંકો આપતા શિક્ષકોએ પણ શ્રી ઉપાધ્યાયનો આભાર વ્યકત કર્યો હતો. શ્રી ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ જુનાગઢ જિલ્લામાં પ્રથમ ભેંસાણ ખાતે પપ બોટલ અને કેશોદમાં ૬પ બોટલ તેમજ જુનાગઢ ર૭૭ બોટલ બાંટવામાં રપ૭ બોટલ અને માંગરોળમાં ૩૦૦ બોટલ અને ૬ઠ્ઠા રકતદાન કેમ્પમાં વિસાવદર ખાતે ર૮ર બોટલ રકત એકત્ર થતાં શ્રી ઉપાધ્યાયનું તબીબી અધિક્ષકશ્રી જી.એમ. ઇ.આર.એસ.  મેડીકલ કોલેજ અને હોસ્પીટલ જુનાગઢ બ્લડ બેંક દ્વારા સન્માનપત્ર અર્પણ કરી સન્માન કર્યુ હતુ.

(1:09 pm IST)