Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગોંડલનાં પાટખિલોરીના ૧૦૮ વર્ષ રળીયાતબા પોશીયાનું અવસાન : ચોથી પેઢીએ ૧૦૧ સભ્યોનો પરિવાર

 ગોંડલ,તા.૮ : આજના આધુનિક અને ટેકનોલોજીના યુગમાં  વિશ્ચભરમાં માનવીનું સરેરાશ આયુષ્ય ઘટતું જોવા મળી રહ્યું છે.ત્યારે ગોંડલના પાટખિલોરી ગામે ૧૦૮ વર્ષની ઉમરે રળિયાત બા નામના વયોવૃદ્ધ મહિલા સ્વર્ગવાસ થયા હોવાની ઘટના સામે આવી છે.ત્યારે પોતાના જીવનના ૧૦૮ વર્ષનું જીવન જીવ્યાં એ પણ નિરોગી તંદુરસ્ત અને સ્વસ્થ....

પાટખિલોરી ગામના રળીયાતબેને રામજીભાઈ પોશીયાની વાત કરીએ તો તેમનું થોડા દિવસ પહેલાં જ ૧૦૮ વર્ષની ઉમરે અવસાન થયું હતું રળીયાત બાના પરિવારની વાત કરીએ તેમના પતિ રામજીભાઈનું શ્ચાસની તકલીફને કારણે ૧૯૭૪માં અવસાન થયું હતું.એ સમયે તેમના ૪ પુત્રો અને ૩ પુત્રી સહિતના ૭ સંતાનો પૈકીના મોટા પુત્ર ઉકાભાઈની એ સમયે ઉમર હતી ૩૫ વર્ષ હતી.રળીયાત બા રામજીભાઈ પોશીયા ઉ.વ.૧૦૮ના સંતાનોમાં ૪ દિકરા અને ૩ દિકરીઓમાં સૌથી મોટા પુત્ર ઉકાભાઈ ઉ.વ.૮૨,બીજા પુત્ર બાબુભાઈ ઉ.વ. ૭૪,ત્રીજા પુત્ર વાઘજીભાઈ ઉ.વ.૭૧,ચોથા દિકરી અંબાબેનઉ.વ.૬૮,પાંચમાં દિકરી ચંપાબેન ઉ.વ. ૬૫,છઠ્ઠા દિકરા ગીરધરભાઈ ઉ.વ. ૬૨ અને સાતમાં દિકરી શારદાબેન-ઉ.વ.૬૦ સહિતના બધા સાત સંતાનો સાથેનો પરિવાર આજે હયાત છે. સાત સંતાનો સાથે પરિવારની રળીયાત બાના ચોથી પેઢીએ ૧૦૧ સભ્યોનો પરિવાર છે.તેમાં પણ સૌથી નાના કુટુંબના સભ્યમાં -પૌત્રના પુત્રની ઉમર અઢી વર્ષની છે.પોશીયા પરિવારમાં પૌત્રવધુના બ્રેઈન હેમરેજથી મૃત્યું સિવાઈની આ પરિવારમાં કોઈ દુઃખદ ઘટના પણ નથી બની એ પણ એક કુદરતની કૃપા જ કહેવાય.....

રળીયાત બાના જીવન અને જીવ્યાં ત્યાં સુધી તેમણે પોતાની જંદગીમાં શારિરીક સ્વસ્થતાની સાથે મૃત્યું સુધી કોઈ ડોકટરી સારવાર કે ટેબ્લેટ પણ નથી લીધી. તેઓ ૧૦૮ વર્ષની વયોવૃદ્ધ ઉમરે પણ નરી આંખ જોઈ શકતાની સાથે સોયદોરો પણ પોરવી આપતાં હતા.તેમજ સ્ષ્ટ સાંભળી શકવાની સાથે મોઢામાં ૩૨ દાંત પણ હતાં એ પણ એક કુદરતીની કમાલ જ હતી.પરંતું ગોંડલના પાટખિલોરી ગામે ગત તારીખ તા.૨૭/૧૨/૨૦ને રવિવારના રોજ બે દિવસના અન્ન ત્યાગ બાદ જાણે પોતાના પરીવારની ચાર ચાર પેઢીની લીલુડી વાડી છોડીને સ્વર્ગવાસ થયા એ તો જાણે જીંદગી જીવ્યા હોય તો બસ એક જ ગોંડલના નાના એવા પાટખિલોરી ગામના બસ ૧૦૮ વર્ષના રળિયાત બા પોશીયા...!!

(1:09 pm IST)