Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદમાં ગુગલ પે, ફોન પે થી પેમેન્ટ કરી વેપારીઓને છેતરતો શખ્સ ઝડપાયોઃ રૂ.૮,૪૮ લાખ નો મુદામાલ જપ્ત

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૮: ગીર સોમનાથ, જુનાગઢ, અમદાવાદ જીલ્લાના જુદા જુદા શો રૂમમાં જઈને મોધીધાટ ચીજવસ્તુઓ ખરીદી એપ્લીકેશનથી ઓનલાઈન પેમેન્ટ કરવાના બહાને વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના શખ્સે ૩૦થી વધુ વેપારીઓને શીશીમાં ઉતાર્યા હોવાનું સામે આવ્યું છે પોલીસે આ ઠગને ઝડપી લઈ ને તેની પાસેથી આઈફોન, મોંઘાદાટ ટીવી સહીત રૂ.૮,૪૮ લાખની ચીજ વસ્તુઓ કબજે કરી છે.

વેરાવળ પોલીસે જણાવ્યુંકે વેરાવળ ના એક સ્ટોરમાં છાત્રોડા ગામનો ભાવેશ વરજાંગભાઈ છાત્રોડીયા આવ્યો હતો તેને સ્માર્ટ વોટરપ્યુરી ફાયર ટ્રીમર,પાવર બેન્ક સહીત રૂ.૧પ૪૯૬ની ખરીદી કરી હતી ફોન પે એપની મદદથી તે ચુકવણી કરી ચાલ્યો ગયો હતો જો કે સ્ટોર સંચાલકના બેન્ક ખાતામાં નાણા જમા ન થતા છેતરપીંડી થયાનું સામે આવ્યું હતું પોલીસે વેરાવળ શહેર પોલીસમાં ગુનો નોંધાયો બાદ ટેકનોલોજીની મદદથી પોલીસે ઝીણવટપુર્વક તપાસ કરતા ગણતરીના કલાકોમાં જ ચીટર હાથમાં આવી ગયો હતો તેની પુછપરછ કરવામા આવતા તેણે વટાણા વેરી નાખ્યા હતા આ યુવાન અને ચબરાકશખ્સ કોઈપણ વેપારી પાસે જઈને સારીસારી વાતો કરી મસમોટી ખરીદી કરતો અને ગુગલ પે, ફોન પે જેવી એપ્લીકેશન ના માઘ્યમથી શેડયુલ પેમેન્ટ કરી પાછળથી શેડીયુલ પેમેન્ટ કેન્સલ કરી નાખતો અને ચીજ વસ્તુ લઈને પલાયન થઈ જતો હતો.

પોલીસે તેની પાસેથી મોંઘાદાટ ટી.વી,બે આઈફોન,બાઈક,સોનાના ઢાળીયા,મોનીટર,સીપીયુ,ઓવન સહીત ર૪ જેટલી ચીજનો મુદામાલ કબજે કરી હતી આ વસ્તુઓ તેને વેરાવળ, ઉના, કેશોદ,તાલાલા,જુનાગઢ,મેદરડા,અમદાવાદની દુકાનોમાંથી ખરીદી હોવાનું પોલીસ સુત્રોએ જણાવ્યું હતું.

(1:09 pm IST)