Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

લાલપુરના ખીરસરા પાસે પોલીસની જીપ ઉપર પથ્થરમારો

દેવભૂમી દ્વારકા જીલ્લાનાં મેવાસામાં થયેલ લૂંટના આરોપીઓનું કારસ્તાન હોવાની પોલીસને આશંકા : જીપના કાચ ફૂટયા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર , તા.૮: જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં પોલીસ ઉપર પથ્થરમારાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે

 પ્રાપ્ત માહિતી મુજબ જામનગરના લાલપુર પંથકમાં પોલીસ ટુકડી પર પથ્થરમારો કરવાની ઘટના બની છે. જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામ પાસે પેટ્રોલિંગ માં નીકળેલ પોલિસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પોલીસની જીપ ઉપર લૂંટારુઓએ પથ્થર મારો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં આવેલ મેવાસામાં ગત રાત્રીએ થયેલ  લૂંટ ના આરોપી હોવાની પોલિસને આશંકા છે.

ચારે બાજુ નાકા બંધી કરી પોલીસે પથ્થરો મારનારને શોધવા કવાયત હાથ ધરી છે. જો કે આ બનાવમાં પોલીસમેનને ઇજા થઇ નથી પરંતુ પોલીસની ગાડીના કાચ ફૂટી ગયા હતા. (તસવીરોઃકિંજલ કારસરીયા, જામનગર)

(4:00 pm IST)