Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

તારા પેટમાં મારૂ બાળક નથી તેમ કહી પતિએ ત્રાસ આપતા ધ્રોલના સાગડીયા ગામે પત્નિનો આપઘાત

જામનગરમાં ત્રણ દરોડા : સવા લાખનો ઇંગ્લીશ દારૂ પોલીસે ઝડપી લીધો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૮ :  મુુળ એમ.પી. અને હાલ ધ્રોલ તાલુકાના સાગડીયા ગામે રહેતા ધુંધરાભાઈ જનીયાભાઈ ભુંડેએ જોડીયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે કે, તા. રપ–૧ર–ર૦ ના રોજ ફરીયાદીની દિકરી જમનાબેન પ્રેગ્નેટ હોય ત્યારે તેમના પતિ નાનકભાઈ એ તેમની ઉપર શંકા કરી મારકૂટ કરી તારા પેટમાં મારૃં છોકરું નથી કોક બીજાનું છે તેમ કહી જમનાબેનને અવાર નવાર મારકૂટ કરી માનસિક શારિરીક દુઃખ ત્રાસ આપી મરી જવા મજબુર કરતા તેણીએ આયખું ટુકાવતા ફરીયાદીએ નાનકભાઈ ઈડાભાઈ ભુરીયા સામે ફરીયાદ નોંધાવી છે.

 

સીટી બી-ડિવીઝન પોલીસ સ્ટેશનનાં આર.ડી.વેગડે તા. ૮ ના રોજ ત્રણ દરવાજા પાસે આવેલ મહેશ્વરી ચોકમાં રહેતો ખેરાજ દેવશીભાઈ ચાવડાના રહેણાંક મકાનેથી ઇગ્લીશ દારૂની ૩૬ બોટલ કિંમત રૂ. ૧૮ હજારનો મુદામાલ વેંચાણ અર્થે રાખેલ હોય જે ઝડપી પાડયો હતો જયારે રાહુલ વિરમભાઈ રોશીયા નાશી ગયો હતો.

 સીટી સી ડિવિઝન  સ્ટેશનના એચ.ડી. પરમારે ગોકુલનગર રડાર રોડ પરથી  બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા નેે ઇગ્લીશ દારૂની ૬ બોટલો કિંમત રૂ. ૬૦૦ સાથે ઝડપી પાડયો હતો જયારે અશોક ઉર્ફે મીર્ચી ખાટાઉમલ મંગે નાશી ગયો હતો.

સીટી બી ડિવિઝનના આર.એન. જાડેજાએ શરૂ સેકશન રોડ પર આવેલ એમ.પી.શાહ ઉદ્યોગનગરમાં આવેલ એસ.વી.ઈ.ટી. કોલેજના પાર્કિંગમાં આવેલ મકાનમાંથી પોલીસે  દારૂની રર૮ બોટલ કિંમત રૂ. ૧,૧૪,૦૦૦ નો વેચાણ અર્થે રાખી આરોપી હરદેવસિંહ ઉર્ફે મુન્નો દાબેલી ગુમાનસિંહ જાડેજા નાશી ગયો હતો જયારે હિતેન્દ્રસિંહ ઉર્ફે મુનો સરદારસિંહ જાડેજાને પોલીસે ઝડપી પાડયો હતો.

(2:55 pm IST)