Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

જામનગર જીઇબી કૌભાંડઃ એકઝી. ઇજનેરની સંડોવણી સાબીત થતા ખળભળાટઃ ૯૦ કનેકશનમાં જબરી ગેરરીતી

ટુંકમાં એટલે કે ર થી ૩ દિ'માં એમડીને રીપોર્ટઃ તોળાતા સસ્પેન્ડ સુધીના આકરા પગલા

રાજકોટ, તા., ૮: પીજીવીસીએલમાં ટુંકમાં જામનગર વીજતંત્રમાં થયેલા એક મસમોટા કૌભાંડ અંગે જબરી ચર્ચા જાગવાની છે. બે મહિના પહેલા એમડી દ્વારા તપાસના આદેશો થતા વીજીલન્સના ટોપ લેવલના અધિકારીઓ તપાસ કરી રહયા છે. તપાસ પુર્ણ થવામાં છે કે થઇ ગઇ છે.

જામનગરના આ જીઇબીના કૌભાંડમાં એક મોટા ગજાના એકઝી. ઇજનેરની સંડોવણી આ તપાસમાં સાબીત થતા અને તે મતલબનો એમડીને ટુંકમાં એટલે કે આજથી ર થી ૩ દિવસમાં રીપોર્ટ સોંપાઇ રહયાનું અને આ એકઝી. ઇજનેર સામે સસ્પેન્ડ સહીતના આકરા પગલા તોળાઇ રહયા હોય, ખળભળાટ મચી ગયો છે. ટોચના વીજ સુત્રોના ઉમેર્યા પ્રમાણે જામનગર જીઆઇડીસીમાં ૮૦ થી ૯૦ જેટલા વીજ કનેકશનો ગેરકાયદે આપી દીધાનું અને ર૦૦૭ થી ર૦૧૪ સુધીનો મામલો હોવાનું પણ બહાર આવ્યું છે. ભારે ચર્ચા ઉઠી છે.(

(2:56 pm IST)