Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

વાંકાનેર પાસેથી ટ્રકમાંથી રર.૬૬ લાખનો દારૂ મળ્યોઃ વાહનો સહિત ૪૧.૯૧ લાખનો મુદ્દામાલ જપ્ત

પી.આઇ. બી. પી. સોનારા સહિતની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૮: વાંકાનેર નજીકના અમરસર ગામની સીમમાં ટ્રકમાંથી રૂ. રર.૬૬ લાખનો દારૂ મળ્યો છે જયારે ટ્રક, સ્કોર્પીયો, મોટર સાયકલ, મોબાઇલ ફોન સહિત રૂ. ૪૧,૯૧,પર૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે દારૂના જથ્થા સાથે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ જીલ્લાના રાજાપુરના મહમદવહીદ અબુલહશેન ખાન (ઉ.વ.ર૧) ની ધરપકડ કરી છે.

નાયબ પોલીસ મહાનીરીક્ષક રાજકોટ રેન્જ રાજકોટના સંદિપસિંહના આદેશ અનુસાર મોરબી જીલ્લા એસ.પી. એસ. આર. ઓડેદરા તથા નાયબ પોલીસ અધિ. રાધિકા ભારાઇના માર્ગદર્શન હેઠળ તાબાના સ્ટાફને સતત કાર્યશીલ રાખી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોની વોચમાં રહેલા તેમજ સર્વેલન્સ વિગેરે સ્ટાફને વોચમાં રાખેલ આ દરમ્યાન વાંકાનેર સીટી પોલીસ સ્ટાફના લોકરક્ષક કૃષ્ણરાજસિંહ પૃથ્વીરાજસિંહ ઝાલા તથા લોકરક્ષક પ્રતિપાલસિંહ અનિરૂધ્ધસિંહ વાળા નાઓને સંયુકત બાતમી મળતા આ કામગીરી શ્રી બી. પી. સોનારા પોલીસ ઇન્સ્પેકટર, પી. સી. મોલીયા પો. સબ ઇન્સ. એ. એસ. આઇ. હીરાભાઇ મઠીયા, પરસોતમભાઇ સોલંકી, પો. હેડ કોન્સ. ધર્મેન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, ઇન્દ્રજીતસિંહ ઝાલા, પો. કોન્સ. રાજેશભાઇ ગઢવી, વિપુલભાઇ પરમાર, તાહજુદિનભાઇ શેરસીયા, રમેશભાઇ કાનગડ, અશ્વિનભાઇ ચાવડા, લોકરક્ષક કૃષ્ણરાજસિંહ ઝાલા, પ્રતિપાલસિંહ વાળા, શૈલેષભાઇ સોલંકી, અજીતભાઇ સોલંકી એ કરી હતી.

(3:59 pm IST)