Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ભાણવડના મેવાસામાં રૂ. ૮.૩૭ લાખની લુંટ : લુંટારૂઓ રોકડ-દાગીના સાથે કાર પણ લઇ ગયા

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા, તા. ૮ : દ્વારકા જિલ્લાનાં ભાણવડ તાલુકાના મેવાસા ગામે મોડી રાતે ૮.૩૭ લાખની લૂંટ કરીને લુંટારૂઓ નાશી છુટતા ખળભળાટ મચી ગયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ ભાણવડ તાલુકા ના મેવાસા ગામના ગોરધનભાઈ ટપુભાઈ પરેસાના ઘરમાં લુંટારૂઓ ત્રાટકયા હતા.  અને સોના  ચાંદી દાગીના જેની કિંમત ૫,૩૭ ,૦૦૦ તેમજ એક કાર મળી કુલ ૮ ,૩૭ ,૦૦૦ ની લૂંટ  કરીને આરોપીઓ કાર પણ લઈને ફરાર થઇ ગયા હતા.

આ બનાવની જાણ થતાં ભાણવડ પોલીસ અને  ડોગ સ્કવોડ, ટિમ ઘટના સ્થળે  પહોંચી તપાસ હાથ ધરી છે.

દિલધડક લૂંટમાં આરોપીઓએ ઘરમાં તમામ સભ્યો ઉપર છરી પાઇપ જેવા હથિયાર સાથે ઘરમાં ઘુસ્યા હતા.

કાર જામનગર જિલ્લાની હદમાં છોડી આરોપીઓ પોલીસની ગાડીમાં પણ પથ્થરમારો કરીને નાસી છૂટ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પોલીસે ચારે તરફ આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

(4:46 pm IST)