Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

ગુજસીટોકના ગુનામાં નિખિલ દોંગાના સાગ્રીત પિયુષ કોટડીયાના ૧૪ દિવસના રીમાન્ડ મંજૂર

રાજકોટ, તા. ૮ : ગોંડલના નામચીન નિખિલ દોંગા અને તેના સાગ્રીતો વિરૂદ્ધ નોંધાયેલ ગુજસીટોક કાયદા અન્વયે પકડાયેલ આરોપી પિયુષ ગિરધર કોટડીયાના આજે પોલીસે ૨૦ દિવસના રીમાન્ડ માંગીને રાજકોટની સ્પેશ્યલ કોર્ટમાં રજૂ કર્યો હતો. જે કામે સ્પેશ્યલ કોર્ટે આરોપીની ૧૪ દિવસની રીમાન્ડ મંજૂરી કરી હતી.

આ ગુનાના મુખ્ય સૂત્રધામ નામચીન નિખિલ દોંગા અને તેના સાગ્રીતો વિરૂદ્ધ મિલ્કતો પડાવવી, ધાકધમકી આપવી સહિતના ગુનાનો આરોપ છે.

હાલનો આરોપી પિયુષ કોટડીયા નિખિલ દોંગાનો સાગ્રીત મનાય છે અને આ કેસની તપાસ માટે આરોપી પિયુષ કોટડીયાની રીમાન્ડ માંગી હતી. જેના અનુસંધાને કોર્ટે ૧૪ દિવસના રીમાન્ડ મંજૂર કર્યા છે.

આ કેસમાં સરકાર પક્ષે સ્પે. પી.પી. શ્રી તુષાર ગોકાણી રોકાયા હતા.

(4:01 pm IST)