Gujarati News

Gujarati News

News of Friday, 8th January 2021

કોંગ્રેસ ચુંટણી પહેલા જ હાર ભાળી ગઇ : સી.આર. પાટીલ

જૂનાગઢમાં ભાજપ પ્રદેશ પ્રમુખનો સરપંચો સાથે સંવાદ : પેજ પ્રમુખ અને સદસ્ય બનાવવાના કાર્યક્રમમાં પણ ઉપસ્થિતી

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૮: ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલ આજે સવારે સોરઠના પ્રવાસે જૂનાગઢ ખાતે આવી પહોંચતા તેઓનું ભવ્ય સ્વાયત કરવામાં આવ્યું હતું.

સ્વરાજ્ય સંસ્થઓની આગામી ચૂંટણીઓનાં સંદર્ભે પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલે પાર્ટીના પ્રચાર-પ્રસાર અને સંગઠનને વધુ મજબુત બનાવવા માટે કમાન સંભાળી છે.

જેના ભાગરૂપે આજે શ્રી પાટીલ જૂનાગઢ અને અમરેલીનાં પ્રવાસે છે આ પ્રવાસની શરૂઆત તેઓએ જૂનાગઢ ખાતેથી કરેલ.

સવારે શ્રી પાટીલ કેશોદ એરપોર્ટ પર ઉતરીને સીધા જ જૂનાગઢમાં કૃષિ યુનિ.ના ઓડીટોરીયમ ખાતે આયોજીત સરપંચો સાથેના સવાંદ કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

અહિ શ્રી પાટીલને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ પટેલ અને ટીમ આવકાર્યા હતા.

ભાજપ પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલે ૩૦૦ સરપંચો સાથેના સંવાદમાં ચુંટણીલક્ષી માર્ગદર્શન આપતા જણાવેલ કે, કોંગ્રેસ ચુંટણીઓ અગાઉ જ હાર ભાળી ગઇ છે. તેઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારની સિધ્ધીઓ વર્ણવી હતી.

સરપંચો સાથેના સંવાદ બાદ સી.આર.પાટીલે જૂનાગઢના ટીંબાવાડી સ્થિત મહેર કન્યા છાત્રાલય પાસે આવેલ ગોલ્ડન પાર્ક ખાતે પેજ પ્રમુખ અને પેજ સદસ્ય બનાવવાનાં કાર્યક્રમમાં હાજરી આપીને ભાજપના આગેવાનો અને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો.

(4:10 pm IST)