Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

કૂલ...કૂલ... ઠંડાગાર સૌરાષ્ટ્ર-કચ્છઃ ઝાકળ સાથે ઠાર છવાયો

માવઠામય વાતાવરણ વિખેરાયુઃ સુર્યનારાયણના દર્શન થયાઃ મોડી રાત્રે અને વહેલી સવારે વધુ ઠંડી

રાજકોટ, તા., ૮: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠામય વાતાવરણ વિખેરાતા ઠંડીની અસરમાં વધારો થયો છે.
આજે સવારથી સર્વત્ર ઠંડીની અસર વધવા લાગી છે. લઘુતમ તાપમનાનો પારો નીચે ઉંતરી જતા ઠંડકની વધુ અસર થઇ રહી છે.
માવઠુ વરસ્યા બાદ સર્વત્ર શિયાળુ પાકને નુકશાન થયુ છે. જો કે આજે સવારથી ઠંડકમાં વધારા સાથે સુર્યનારાયણના દર્શન થયા છે અને મોડી રાત્રીના તથા વહેલી સવારના ઠંડીની વધુ અસર થાય છે.  ત્રણ-ચાર દિવસના વિરામ બાદ ફરી ઠંડક સાથે ટાઢોડુ છવાયું છે અને વહેલી સવારે ઝાકળ સાથે ઠાર છવાયો હતો.
જામગનર
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ર૬.પ મહત્તમ ૧ર.૪ લઘુતમ ૭૮ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૧ર.૬ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.
જામકંડોરણામાં કમોસમી વરસાદ
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણાઃ જામકંડોરણામાં સવારે વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ છવાયો હતો અને સવારે ૧૧ વાગ્યે ધીમીધારે વરસાદી ઝાપટું પડી ગયું હતું. આ વરસાદના ઝાપટાંથી પાકા રસ્તાઓ પર પાણી હાલતા થાય તેવું ઝાપટુ પડતા વાતાવરણ ઠંડુ થઇ ગયું હતું. આ કમોસમી વરસાદથી ધાણા, જીરૂ, ડુંગળી સહિતના ખેતીના પાકોને નુકશાનીની ખેડૂતોમાં ભીતી સેવાઇ રહી છે.
પ્રભાસ પાટણ
(દેવાભાઇ રાઠોડ દ્વારા) પ્રભાસ પાટણઃ વેરાવળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બીજા દિવસે પણ બપોર બાદ કમોસમી વરસાદ વરસતા શિયાળુ પાકોને જોરદાર નુકશાન થયેલ છે.  આ વિસ્તારના સોનારીયા નાવદ્રા સહિત આજુ બાજુના ગ્રામ્ય વિસ્તારોમાં મરચાનું મોટે પાયે વાવેતર કરવામાં આવે છે અને આ મરચીનો રોપ અત્યારે તૈયાર થયેલ હોય છે અને તેની ચોપણી કરવાની અત્યારે શરૂ છે તે સમયે આ કમોસમી વરસાદથી મરચીના રોપને નુકશાન થવાનું છે. આ વિસ્તારના મરચા કાજલી માર્કેટીંગ યાર્ડ મારફત ગુજરાતના જુદા જુદા સેન્ટરોમાં જાય છે પરંતુ આ કમોસમી વરસાદથી આ મરચીના રોપને નુકશાન થઇ રહેલ છે.

 

(11:27 am IST)