Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

એલ.એમ.દોશી સ્‍કુલ સુરેન્‍દ્રનગરમાં વિદ્યાર્થીનીને કોરોનાથી ફફડાટ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૮ : સુરેન્‍દ્રનગર શહેરમાં અને જિલ્લા અને તાલુકા મથકોમાં છેલ્લા પંદર દિવસથી કોરોનાની સંખ્‍યામાં સાવ નહિવત જોવા મળી છે. નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોમાં ચૂંટણીના પડઘમ વાગતાંની સાથે જાણે તે કોરોના કેમ દબાવી દેવામાં આવ્‍યો હોય તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે ત્‍યારે એલ.એમ દોશી સ્‍કૂલ જયા પી.ટી.સી કોલેજ તરીકે વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરવા માટે આવે છે.

આ કોલેજમાં અભ્‍યાસ કરતી વિદ્યાર્થીની એકતા બેન રમેશભાઈ પટેલ કે જેઓ ગુજરવદી ગામના છે જેમને એકાએક કોરોના આવતા શાળાની વિદ્યાર્થીનીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો શાળામાં ૨૦ થી ૨૫ જેટલી શંકાસ્‍પદ વિદ્યાર્થીઓને પણ કોરોના ટેસ્‍ટ કરાવવા લઇ જવામાં આવી હતી. આ વિદ્યાર્થીઓને કોરોનાના કોઈ રિપોર્ટ ન જણાતા શાળાના સંચાલકોએ રાહતનો દમ લીધો હતો.

(1:35 pm IST)