Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

હળવદના કવાડિયાના પાટિયા પાસે ટ્રકમાં લાગી આગ

 હળવદઃ તાલુકાના કવાડિયા ગામના પાટિયા પાસે રવિવારે રાત્રે ૯.૩૦ વાગ્‍યાની આસપાસ મોરબીથી કોલસો ભરીને અમદાવાદ તરફ જઈ રહેલા એક ટ્રકમાં એકાએક આગ લાગી હતી. બનાવની જાણ થતા જ હળવદ પોલીસ અને પાલિકાનું ફાયર ફાઈટર ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી. આગ પર કાબુ મેળવી લેવાયો છે જ્‍યારે કોઈ જાનહાનિ થઈ નથી. ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરાવી આપવામાં આવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલઃ દિપક જાની-હળવદ)

(12:31 pm IST)