Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦, તાલુકા પંચાયતની ૧પ૮ બેઠક માટેનો ચુંટણી જંગઃ મનપાની પેટા ચુંટણીમાં ફોર્મ ચકાસણી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮: જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ અને તાલુકા પંચાયતોની ૧પ૮ બેઠક માટેનો ચુંટણી જંગ આજથી શરૂ થતાં રાજકીય ગરમાવો આવ્‍યો છે.

જુનાગઢ જિલ્લામાં સ્‍થાનિક સ્‍વરાજની ચુંટણી માટે આજે જાહેરનામા બહાર પાડતાની સાથે ફોર્મ ભરવાનું શરૂ થઇ ગયું છે. જેમાં ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે ૧પ ફેબ્રુઆરીએ ઉમેદવારી પત્રોની ચકાસણી કરાશે. ૧૬ ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચી શકાશે અને ર૮ ફેબ્રુઆરીએ મતદાન થશે.

જુનાગઢ જિલ્લા પંચાયતની ૩૦ બેઠક માટે ચુંટણી જાહેર થઇ છે અને છ તાલુકા પંચાયતની ચુંટણી છે.

જુનાગઢ તાલુકા પંચાયતની ૧૮ બેઠક, વંથીલી-૧૬ બેઠક, માણાવદર-૧૬, કેશોદ-૧૮, માંગરોળ-ર૦, મેંદરડા-૧૬, માળીયા હાટી-ર૦, વિસાવદર-૧૮ અને ભેસાણ તાલુકા પંચાયતની ૧૬ બેઠકની ચુંટણીની ગતિવિધી શરૂ થઇ છે.

જિલ્લા અને તાલુકા પંચાયતની કુલ ૧૮૮ બેઠકોમાં ૪,૦૯,પ૮૩ પુરૂષ અને ૩,૭પ,૦પ૦ોસ્ત્રીઓ મળી કુલ ૭,૮૪,૬૩૪ મતદારો પોતાનાં મતાધિકારનો ઉપયોગ કરશે.

બીજી તરફ જુનાગઢ મનપાના વોર્ડ નં. ૬ અને ૧પ ની પેટા ચુંટણીમાં આજે ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી છે. વોર્ડ નં. ૬ માં એક બેઠક માટે ૯ અને વોર્ડ નં. ૧પની પણ એક બેઠક માટે પાંચ ફોર્મની ચકાસણી બાદ ટેકનીકલ ખામીવાળા ફોર્મ રદ થશે.

(1:30 pm IST)