Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગર જીલ્લા-તાલુકા પંચાયત પાલિકાની ચુંટણી માટે ફોર્મ ભરવાનો પ્રારંભ

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર તા. ૮ જામનગર જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાઓની ચુંટણી માટે આજથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે. ૧૩ ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે.

જિલ્લા પંચાયતની ર૪ અને તાલુકા પંચાયતની ૧૧ર બેઠકની ચુંટણી માટે ફોર્મ ભરવાનું શરૂ થયું છે.  જામનગર જિલ્લામાં કુલ પ૪૩૦પ૯ મતદાર નોંધાયા છે.

૧પ ફેબ્રુઆરીના ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ૧૬ ફેબ્રુઆરીના ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે.

(1:45 pm IST)