Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જુનાગઢમાં સામાન્ય બાબતની બોલાચાલીમાં તરૂણની હત્યા

છરીના એક ઘાથી દમ તોડી દેતા બનાવ હત્યામાં પલ્ટાયો

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. : જુનાગઢના જોશીપુરામાં પાંચ દિવસ અગાઉ સામાન્ય બાબતમાં રૂણને એક ઇસમે છરીના ઘા ઝીંકી દેતા તેનું સારવારમાં મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો છે.

જોશીપરાના આદિત્યનગરમાં રહેતા ૧૭ વર્ષીય મન્નત અરવિંદભાઇ ચુડાસમા નામના સગીર ઉપર ગત તા. ની રાત્રીના સામાન્ય બાબતની બોલાચાલીમાં આર્યન ઉર્ફે નીકુ અમૃત બોરીચાએ છરીનો એક ઘા મન્નતના ડાબા પગમાં ગોઠણ પાસે મારી દીધો હતો.

આથી પગની નસ તૂટી જતા મન્નત લોહીલોહાણા થઇ ગયો હતો. આથી તેને જુનાગઢથી વિશેષ સારવાર માટે રાજકોટ બાદમાં અમદાવાદ ખાતે ખસેડવામાં આવેલ. જયાં મન્નતનું મોત થતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.

બનાવ અંગેની ફરીયાદનાં પગલે પી.આઇ.એન. . શાહનાં સ્ટાફે આર્યનની જે તે સમયે ધરપકડ કરી લીધી હતી. હવે તેની સામે હત્યાની કલમ ૩૦ર મુજબ કાર્યવાહી કરવામાં આવી છે.

હત્યારાને કડક સજા કરવામાં આવે તેવી માંગણી ઉઠી છે.

નહિ તેમ કહી ઉશ્કેરાઇ જઇને જયશ્રીકાનંદગીરીને પેટનાં ભાગે તલવારનો એક ઘા ઝીંકી દઇ શિવગીરી બાઇક ઉપર નાસી ગયા હતાં.

જયશ્રીકાનંદજીને ગંભીર ઇજા થતા તેમને તાત્કાલીક સીવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ. અંગેની જાણ થતા ગીરનાર ક્ષેત્રનાં સંતો શ્રી ઇન્દ્રભારતીબાપુ, હરિગીરીબાપુ, શૈલજાગીરી, કૈલાસાનંદ સહિતનાં સંતો તેમજ આગેવાનો વગેરે હોસ્પિટલ પર દોડી ગયા હતાં.

બનાવનાં પગલે ડીવાયએસપી હિતેશ ધાંધલ્યાના માર્ગદર્શનમાં ભવનાથ પી. એસ. આઇ. એમ. સી. ચુડાસમા વગેરેએ નાકાબંધી કરીને બીલખા નજીકથી શિવગીરીને ઝડપી લીધા હતાં. નાગા સાધુ સામે કલમ ૩૦૭ મુજબ હત્યાની કૌશિષ વગેરેઓ ગુનો નોંધીને પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(11:27 am IST)