Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ટંકારાના નસીતપર ગામે પરપ્રાંતીય યુવકનો ઝેરી દવા પી આપઘાત

(પ્રવીણ વ્‍યાસ દ્વારા) મોરબી,તા.૮ : તાલુકાના નસીતપર ગામે યુવકે અગમ્‍ય કારણોસર ઝેરી દવા ગટગટાવીને આપઘાત  કરી લીધો હતો. ટંકારાના નસીતપર ગામે રહેતા  ૩૫ વર્ષીય પ્રેમસીંગ મુકામસીંગ ડોડવા એ વાડી પર હાજર હતો ત્‍યારે અગમ્‍ય કારણોસર ઝેરી દવા ગટગટાવી હતી. જેને પગલે પ્રથમ તેને સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. જે બાદ તેને ખાનગી હોસ્‍પિટલમાં વધુ સારવાર અર્થે બેભાન અવસ્‍થામાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્‍યું હતું. જે મામલે ટંકારા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

(1:14 pm IST)