Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ધોરાજી નગરપાલિકાના સેનીટેશન વિભાગના કર્મચારીને ડીસમીસનો હુકમ બજાવતા ચીફ ઓફિસર

ડીસમીસ કરાયેલ કર્મી પર ચોરી અને પ્રમુખ ઉપર હુમલાનો આરોપ લાગ્યો હતો

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા. ૮ : ધોરાજી નગરપાલિકાના સેનીટેશન વિભાગમાં ખાતર મજૂર તરીકે ફરજ બજાવતા કર્મચારીને પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ડીસ મીસ કરવાનો હુકમ બજાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

પાલિકાના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી દ્વારા અપાયેલા કચેરી આદેશમાં જણાવાયું હતું કે સેનીટેશન વિભાગના રવજીભાઈ કાનજીભાઈ ચારણકા તા.૨૦/૧૨/૨૦ના રોજ પાલિકા પાલિકા કચેરીમાંથી માલ સામાન લીધો હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

ઉપરાંત તત્કાલીન પ્રમુખ ડી. એલ. ભાષા પર હુમલો કરી ગેર વર્તણુક કરવા મામલે ૨૫/૫/૨૧ નાં જનરલ બોર્ડમાં ઠરાવ કરી કર્મચારીને ફરજ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો હતો.

જે અન્વયે કર્મચારી રવજીભાઈ ચારણકા ને ડિસમિસ કરતો હુકમ પાલિકાના ચીફ ઓફિસર એ બજાવ્યો હતો.

(11:08 am IST)