Gujarati News

Gujarati News

News of Tuesday, 8th June 2021

ગીર-સોમનાથ જિલ્લામાં અસરગ્રસ્ત ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત

૧૧૦૦૦ પોલ, ૬૦૦ ટીસી રીસ્ટોર કરાયા : ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯ પીજીવીસીએલની ટીમના ૧૨૦૦થી વધુ અધિકારી - કર્મચારીઓની યુધ્ધના ધોરણે કામગીરી

પ્રભાસ પાટણતા. ૮ :ગીર-સોમનાથ જિલ્લામાં તૌકતે વાવાઝોડાથી ઉના,ગીરગઢડા તાલકા વધુ અસરગ્રસ્ત થયા હતા. જે અંતર્ગત ઉર્જામંત્રીશ્રી સૈારભભાઇ પટેલે ઉના ૨૨૦ કે.વી.ની મુલાકાત લઇ જેટકો તેમજ પીજીવીસીએલના અધિકારીઓ સાથે બેઠક યોજી અસરગ્રસ્ત તાલુકામાં વિજળી પુર્વવત કરવા યુધ્ધના ધોરણે કામગીરી કરવા સુચના આપવામાં આવી હતી. જે અંતર્ગત અસરગ્રસ્ત કોડીનાર,ગીરગઢડા,ઉના તાલુકાના ગામડાઓમાં જયોતિગ્રામ ફીડર ચાલુ કરી દરેક ગામડાઓને વીજળી પુર્વવત કરવામાં આવી છે. આ અસરગ્રસ્ત તાલુકામાં ૨૦ સબસ્ટેશનો દ્વારા વીજપુરવઠો પુર્વવત કરવામાં આવ્યો છે અને ૧૧૦૦૦ વીજળી પોલ,૬૦૦ ટીસી રીસ્ટોર કરવામાં આવ્યા છે. ૧૧૫ કોન્ટ્રાકટરોની ટીમ અને ૩૯ પીજીવીસીએલ ટીમના ૧૨૦૦ થી વધુ અધિકારી/કર્મચારીઓએ યુધ્ધના ધોરણે કામગીરી કરી વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલ તમામ ગામોમાં વીજળી પુર્વવત કરવામાં આવી હોવાનું પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરશ્રી વાય.આર.જાડેજાની યાદીમાં જણાવાયું છે. (તસ્વીર : દેવાભાઇ રાઠોડ)

(11:10 am IST)